જીવનનગરના ક્રિશ ભાલાળાને 576 બોટલ વિદેશી દારૂ, વાહન સહિત 4.01 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પીસીબી બ્રાન્ચ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે વિદેશી દારૂના ધંધાથી બુટલેગરો પર દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઇની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે માધાપર ચોકડી નજીક બ્રિજ નીચે વાહનને અટકાવી તલાસી લેતા 576 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વાહન ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પીસીબી બ્રાંચના પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર કે જાડેજા,પીએસઆઇ પીબી ત્રાજીયાની રાહબરીમાં પીસીબીની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન પીસીબીના એ.એસ.આઇ સંતોષભાઈ મોરી અને હરદેવસિંહ રાઠોડ, દેવરાજભાઈ કલોતરાને મળેલ બાતમીના આધારે માધાપર ચોકડી પુલ નીચે વાહન જીજે 0 3 બી ડબલ્યુ 6137ને અટકાવી તલાસી લેતા વાહનમાંથી કુલ 576 બોટલ વિદેશી દારૂ કિંમત રૂા.1,51,488 નો મળી આવતા ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછ માં પોતાનું નામ ક્રીશ કિશોરભાઈ ભાલાળા ઉંમર વર્ષ 21 રહે જીવન નગર શેરી નંબર 2 વાળો હોવાનું તેમજ આ દારૂ ઝુલેલાલ નગરના દિનેશ નીચાણી નામના શખ્સે ડીલેવરી આપ્યાની કબુલાત આપતા ડ્રાઇવરને દારૂ તેમજ વાહન સહિત કુલ 4,01,488 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી દારૂ મોકલનાર દિનેશની શોધ ખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા,પીએસઆઇ પીબી,ત્રાજિયા,પીએસઆઇ આર કે જાડેજા, એએસઆઇ સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા,વિશાલ દવે, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહુલગીરી, કુલદીપસિંહ જાડેજા, વિજય મેતા, યુવરાજસિંહ રાણા,નગીનભાઈ ડાંગર,હિરેન સોલંકી, હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.
છોટુનગર નજીક 32 બોટલ દારૂ સાથે ચિરાગ જોષી ઝડપાયો
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના વિજયરાજસિંહ જાડેજા, સંજય ખાખરીયા સહિતની ટીમ છોટુનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ગ્રે કલરના થેલા સાથે વિચાર કરતા શખ્સને અટકાવી પૂછતાછ હાથ ધરતા પોતાનું નામ ચિરાગ કિશોરભાઈ જોશી ઉમર 28 રહે નાના મહુવા મેઇન રોડ હરિદ્વાર શેરી નંબર એક વાળો હોવાનું અને તેની પાસે થેલામાંથી 14,400ની કિંમતનો 32 બોટલ વિદેશી દારૂ મળી આવતા ધરપકડ કરી હતી.