Jai Hind

ઉનાના સૈયદ રાજપરા ગામનો ડાકુ ગેંગનો સરદાર પાસા હેઠળ ધકેલાયો

માથાભારે શખ્સ સામે ત્રણ જેટલા ગુન્હા નોંધાયા હતા

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા ઉના ના સૈયદ રાજપરા ગામ ના ડાકુ ગેંગ ના મુખ્ય સુત્રધાર માથાભારે શખ્સ સામે તંત્ર એ પાસા નું શસ્ત્ર ઉગામી પોલીસે પકડી પાડી ભુજ જેલ હવાલે કર્યો હતો. સૈયદ રાજપરા ગામે સંગઠિત ડાકુ ગેંગ બનાવી ને મુખ્ય સુત્રધાર પ્રકાશ ઉર્ફે છગન બાંભણીયા ઉવ 28 ગામ માં અને આજુબાજુના વિસ્તારમાં ભયજનક વ્યક્તિ ની કેટેગરી ધરાવતો હોય તેની સામે ઉના ના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન મા સહ ગુન્હેગારો ની ટોળકી બનાવી લોખંડ ના પાઈપ,છરી,તલવાર જેવા ધાતક હથિયાર સાથે નિર્દોષ લોકો ને અપશબ્દો બોલી માર મારવો ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવાં ત્રણ ગુન્હા ગંભીર નોંધાયા હોય આ માથાભારે શખ્સ ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય મતદારો નિર્ભય નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તેવા હેતુસર નવાબંદર મરીન પોલીસ અધિકારી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ને વિભાગીય પોલીસ અધિક્ષક મારફતે પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરતાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ દરખાસ્ત ને ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન .વી. ઉપાધ્યાય સમક્ષ મોકલતા કલેકટર દ્વારા પાસા ધારા હેઠળ હુકમ કરેલ “ડાકુ ગેંગ”નો મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે ડાકુ છગનભાઈ બાંભણીયા જેલના હવાલે કરવા પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા વોરંટ અંત્ગત નવાબંદર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે માથાભારે શખ્સ ની શોધ ખોળ કરી પકડી પાડી ભુજ જેલ હવાલે કર્યો છે. પાસા હેઠળ જેલમાં ધકેલાયેલા શખ્સ સામે ભારતીય ન્યાય સહિતાના પ્રકરણ -4,6,17 અને 19 ની જોગવાઈના ભંગના કુલ -2(બે) તથા અન્ય ધારા હેઠળના -1(એક) એમ કુલ -3 (ત્રણ) જેટલા ગુન્હા નવાબંદર પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલા હતા. આ માથાભારે શખ્સ દ્વારા ભવિષ્ય માં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ બને ભયજનક પ્રવુત્તિ થી સમાજ ના નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા હેતું સર તેની તાત્કાલિક અટકાયત કરવીઆવશ્યકજણાતા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો અટકાવવા ગીર સોમનાથ જિલ્લા કલેકટર એ તા.23/એપ્રિલ/2026ના પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા ખાસ જેલ,ભુજ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.