વિવિધ સ્પર્ધામાં વિજેતા છાત્રોનું ટ્રોફિ આપી સન્માન કરાયું
આરેણા પે સેન્ટર શાળા માં ધો.8 ના બાળકોનું વિદાય અને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. શાળાની બાજુમાં આવેલ ડિઝાસ્ટર હોલ માં ધોરણ -8 ના બાળકોના વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમૂહ પ્રાર્થના બાદ વિદાય થનાર બાળકોના પ્રતિભાવો, ધોરણ -7 ના બાળકો તરફથી શુભેચ્છા વક્તવ્ય, મિસબા અને વૈશાલી દ્વારા વાર્તાલાપ તેમજ સ્વાગત ગીત, વિદાય ગીત અને અભિનય ગીત નું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 8 ના વર્ગ શિક્ષક નિલેશભાઈ ચાંદેગરાએ આશિર્વચનો પાઠવ્યા. સરપંચ પ્રતિનિધિ બચુભાઈ મકવાણા એ શુભેચ્છા પ્રવચન આપ્યું. આચાર્ય શ્રી મુલતાની આશિર્વચનો શુભેચ્છા સંદેશ અને પ્રતિજ્ઞા દ્વારા ભવિષ્યમાં આવનાર પડકારોનો સામનો કરવાની શીખ દ્વારા પ્રેરણાત્મક પ્રવચન કર્યું. ધોરણ આઠ ના બાળકોએ ફોટો ફ્રેમિંગ ગિફ્ટ શાળાને અર્પણ કરી હતી. સંચાલન ગઢવી પ્રાસંગિક પ્રવચન જમનાબેન ગોહેલે કર્યું હતું. શાળાના શિક્ષકો તરફથી વિદાય લેનાર બાળકોને ગિફ્ટ આપવામાં આવેલ હતી. ઈભિ ભજ્ઞ રાઠોડ અને ગુડાજલી સીમ ના આચાર્ય ચાવડા સાહેબ તરફથી વિદાય લેનાર તમામ બાળકોને બોલપેન આપવામાં આવી. સામાજિક કાર્યક્રર અને ચક્ષુદાનના પ્રણેતા નાથાભાઈ નંદાણિયા તરફથી તમામ બાળકોને ચોકલેટ અર્પણ કરવામાં આવેલ હતી. વર્ષ દરમ્યાન વિવિધ કૃતિઓ તેમજ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને તેમજ સફાઈ અભિયાન માં જોડાનાર બાળકો અને ટીમ મેનેજર ને ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. કાર્યક્રમ માં રૂડાભાઈ, રાઠોડભાઈ, બચુભાઈ, નાથાભાઈ, ભાવિકાબેન તેમજ તેમની આરોગ્ય ટીમ અને વાલીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભુરાભાઈ બારડ તરફથી તેમના સ્વ. બે દીકરાઓની સ્મૃતિમાં શાળાને એક ઈઈઝટ કેમેરો અર્પણ કરવાનું જાહેરાત નાથાભાઈ નંદાણિયા દ્વારા કરવામાં આવેલ. શાળા તેમનો આભાર વ્યક્ત કરાયો છે. શાળાની મુલાકાત લેનાર માંગરોળ તાલુકાના ઇછઈ ઈજ્ઞ ચુડાસમાં ધોરણ 8 ના બાળકોને ભવિષ્યમાં પડનાર મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તેનું પ્રવચનને આજે ફરીથી યાદ કરવામાં આવેલ. કાર્યક્રમની તમામ ગોઠવણીમાં કમલેશભાઈ અને અલ્પાબેનની ટીમની પ્રશંસા કરવામાં આવેલ.