Jai Hind

ગીર સોમનાથ જિલ્લાના મતદારો મતદાનના દિવસે 14 માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકશે

કોઈપણ મતદાર પોતાનું નામ મતદારયાદીમાં https://secsearch.gujarat.gov.in/search/default.aspx ઉપરથી જોઈ શકશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી અંતર્ગત તા.26 એપ્રિલ-2026, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. કોઇપણ મતદાર પોતાનું નામ https:// secsearch. gujarat. gov.in/search/ default.aspx ઉપર જઇ સરળતાથી તેની વિગતો મેળવી શકે છે. મતદાનના દિવસે મતદારો પોતાના મતદાર કાર્ડનો ઉપયોગ કરી મતદાન કરી શકશે. તદ્ઉપરાંત મતદારો મતદાનના દિવસે નીચે જણાવેલ 14 માન્ય પુરાવાના આધારે મતદાન કરી શકે છે. 1. ફોટા સાથેનો પાસપોર્ટ, 2. ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), 3. ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (ઙઅગ) ઓળખકાર્ડ, 4. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, 5. પબ્લીક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), 6. અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ અન્ય પછાતવર્ગ (ઘઇઈ) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચુંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), 7. ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક-પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ.), 8. કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ, 9. ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), 10.સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ), 11. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (ખગછઊૠજ) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), 12. કર્મચારી રાજ્ય વીમા યોજના (ઊજઈં) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકર્તા. (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થવેલ), 13. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (ગઙછ) સ્કીમ હેઠળ છૠઈં દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, 14. ઞઈંઉઅઈં દ્વારા આપવામાં આવેલ “આધાર કાર્ડ”નો ઉપયોગ કરી શકાશે.