Jai Hind

જીપીએસ ટ્રેકિંગ મશીનને બાઈકમાં લગાડી લીઝની જગ્યાએ મોકલી ડમ્પરનો રોયલ્ટી પાસ ઈસ્યુ કરતો હતો !

થાનના ગુગલીયાણામાં મૃત વ્યક્તિના નામે લીઝ આપવાનો પર્દાફાશ થયો હતો

થાનના ગુગલીયાણામાં મૃત વ્યક્તિના નામે લીઝ આપવાનો પર્દાફાશ થયો હતો. કેશવ કોલ સ્ટોકિસ્ટના સંચાલકો મૃત વ્યક્તિના નામે રોયલ્ટી કેવી રીતે નીકાળતા હતા તે અંગે તપાસમાં મોટી કડી હાથ લાગી છે. ૠઙજ ટ્રેકિંગ મશીનને બાઇકના વાયરિંગમાં ફીટ કરી લીઝની જગ્યાએ મોકલી તેના આધારે ડમ્પરનો રોયલ્ટી પાસ ઇશ્યૂ થતો હતો.
આ પ્રક્રિયામાં માત્ર ૠઙજમાં બતાવતો ઈંઙ એડ્રેસ આપવાનો રહે અને રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડતો હતો. કેશવ કોલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 774 રોયલ્ટી પાસ ઇસ્યૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 367 પાસ કોરા મળી આવ્યા છે. હવે આ પાસ કયા ટ્રક કે ડંપરને આપવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરાશે.
નોંધીનય છે કે, ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ કેશવ કોલના સંચાલક કૌશિક ઘનશ્યામભાઇ જાદવ અને તેનો ભાઇ રાકેશ ઘનશ્યામભાઇ જાદવ સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને ભાઇઓ કોરોના સમયે મૃત્યુ પામેલા હસમુખભાઇ કલ્યાણજીભાઇ સચદેવના નામે રોટલ્ટી પાસ કાઢતા હતા. સમગ્ર કૌભાંડની તપાસ માટે 6 અધિકારીની ટીમ બનાવાઇ છે. જેમાં મૂળી મામલત્તદાર એસ.પી.ઝાલા,થાન મામલત્તદાર પી.જી.સોલંકી, થાન નાયબ મામલત્તદાર હિરેન ચાંદેરા, આરટીઓના ગોહિલભાઇ અને થાન પોલીસના જાગૃતીબેન જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું હતું કે, એક પછી એક દરોડા પાડવામાં આવતા હોવાને કારણે થાન અને મૂળી પંથકમાં કાર્બોસેલની ખાણોમાંથી ગેરકાયદેસર કોલસો કાઢવાનું બંધ છે. આથી અત્યારે સાયલા તાલુકાના ચોરવીરા અને સુદામડા બાજુમાં ખોદકામ કરીને તે કોલસાને કાયદેસર કરવા રોટલ્ટી પાસ કાઢવામાં આવે છે.
સરકારી નિયમ અનુસાર એક ટન રોયલ્ટીના પાસના રૂ.125 લેવાના હોય છે.પરંતુ અત્યારે ગેરકાયદેસર ધંધો બંધ થઇ જતા રોયલ્ટી પાસ ધારકોએ ભાવ વધારીને એક ટનના રૂ.450 કરી દીધા છે.આમ 30 ટનની રોયલ્ટી આપે તો પણ એક ગાડીના વધારાના રૂ.8250 લેવામાં આવે છે.એક દિવસમાં માત્ર 10 રોયલ્ટી કાઢવામાં આવે તો પણ દરરોજના રૂ.82500ની કાળી કમાણી થાય છે.

6 અધિકારીની ટીમ આ મુદ્દા તપાસશે
મૃતકના નામની લીઝ કેટલા સમયથી બંધ છે, કેશવ કોલના માલિકો કયાથી કોલસો લાવતા કેટલુ કૌભાંડ કર્યુ , અત્યાર સુધીમાં કેટલા પાસ ઇશ્યુ કર્યા કોની મહત્વની ભૂમિકા? મૃત વ્યકિતના નામે કેવી રીતે પાસ ઇશ્યુ કરાતા હતા?, મૃત વ્યકિતના નામે ખાણખનીજમાંથી કેવી રીતે રોયલ્ટી પાસ મેળવતા હતા? કોલસાનું કયા ભાવે ક્યાં ક્યાં વેચાણ કરતા હતા, કોલસો કયા વેચાણ કરાતો હતો. પાસ કાઢવા માટે લોગીંગ પાસવર્ડ કયાથી લાવતા હતા, ઓફિસ અને સ્ટોકની જગ્યા કાયદેસરની છે કે ગેરકાયદેસર.
ૠઙજ ડિવાઇસમાં વાહનનો નંબર બદલવો હોય તો 48 કલાક લાગે
ડમ્પર કે ખનીજ વહન કરતાં વાહનામાં અઈંજ 140 ડિવાઇસ લગાવવામાં આવે છે. તે ડિવાઇસને એક્ટિવ કરવા વાહનની આરસી બૂક, મોબાઇલન નંબર, ગાડી નંબર અને છઝઘ તરફથી ઘઝઙ ફરજિયાત હોય છે. જો એ જ ડિવાઇસમાં બીજુ વાહન ચલાવવું હોય તો નવી છઈને ઈંકખજ સાઇટ ઉપર અપલોડ કરવી પડે છે. જેમાં 24થી 48 કલાકનો સમય લાગે છે. નવા નિયમ મુજબ રોયલ્ટી પાસ નીકાળતા સમયે વાહન ક્વોરી ઉપર હાજર હોવું જોઇએ તો તેનો પાસ નીકળે છે.