Jai Hind

ખંભાળિયાના કેશોદ ગામે રાજકીય અગ્રણીનું અવસાન : ગામ શોકમગ્ન થોડા સમય માટે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે જે ખંભાળિયાના કેશોદ ગામે રાજકીય આગેવાન તેમજ વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવારના સસરાનું હાર્ટએટેકથી નિધન થતા ગામ શોક મગ્ન બન્યું હતું. થોડા સમય માટે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઈ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઈ આહીરના પિતાશ્રી લખમણભાઈ કાળુભાઈ ડેર (ઉવ. 84) નું આજરોજ સવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.
તેમના આ નિધનથી નાના એવા કેશોદ ગામ સાથે આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આજરોજ સવારે તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે આગેવાનો, હોદ્દેદારો વિગેરે જોડાયા હતા. લખમણભાઈના નિધનથી આજરોજ ઉમેદવાર માટે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી.