Jai Hind

તાલાલાના આકોલવાડીમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા ત્રણ ઝડપાયા

માધુપુર ગીરના બે, વેરાવળના શખ્સો પાસેથી રૂા.75 હજારનો દંડ વસુલ કર્યો

વેકેશન દરમ્યાન આંકોલવાડી ગીર રેન્જમાં બામણાસા રાઉન્ડ નાં રેવન્યુ વિસ્તારમાં તથા ગીર અભયારણ્ય ની આસપાસ પ્રવાસીઓનો મોટાપાયે ઘસારો રહે છે જેના અંતર્ગત નાયબ વન સંરક્ષક શ્રી ગીર પશ્ચિમ વિભાગ-જુનાગઢ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જામવાળા તથા આંકોલવાડી ગીર આર.એફ.ઓ.નાં માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા અવિરત પેટ્રોલિંગ ગોઠવી ગેરકાયદેસર સિંહ દર્શન કરવા વાળા ઉપર વોચ રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન બામણાસા ગીર અને આંકોલવાડી ગીર આજુબાજુનાં જંગલ માં વનવિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે પૃથ્વાન સોમવંશી તથા રફાઈ મનન શબીર રે.બંને માધુપુર ગીર તથા વંશ ચેતનકુમાર કક્કડ રે.વેરાવળ કુલ ત્રણ લોકો રાત્રીના એક વાગ્યે જંગલ વિસ્તારમાં સિંહ દર્શન કરવા આવ્યા હોય બામણાસા રાઉન્ડ ફોરેસ્ટર ડેરભાઈ,બીટ ગાર્ડ કામલિયા ભાઈ તથા બારડભાઈ તથા રાઠોડભાઈ તથા સુમનબેન ચાવડા એ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતાં.ગેરકાયદેસર સિંહ દર્શન માટે જંગલમાં ઘૂસી ગયેલ ત્રણેય શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી રૂ.75 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.વનવિભાગની કડક કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.