Jai Hind

લોહાણા મહિલા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું થયું આયોજન

શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા યોજાયો કાર્યક્રમ: વિશાળ સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહ સાથે લીધો ભાગ

પોરબંદરમાં લોહાણા સમાજની મહિલાઓ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના – પોરબંદર ઝોન – લેડીઝ વિંગદ્વારા છેલ્લાં દસ વર્ષથી લોહાણા જ્ઞાતિનાં બહેનો તથા બાળકો માટે બૌધ્ધિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સામાજિક એમ સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ ખુબ જ જરૂરી વૈવિધ્યસભર પ્રોજેક્ટ્સનું આયોજન અવાર નવાર કરવામાં આવે છે.ક્વીક ક્વીઝમાં બહેનો તથા બાળકોને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ જનરલ નોલેજનાં પ્રશ્નો પૂછવામાં આવેલ,વિજેતાઓ બાળકો ઉંમર વર્ષ 5 થી 15 વર્ષમાં પ્રથમ નંબરે ખુશ વીરેનભાઈ સૂચક,દ્વિતીય નંબરે નીયા રોનકભાઈ રૂપારેલ,તૃતીય નંબરે વિશાન્ગ સામાણી,ચતૃથ નંબરે પ્રિયાન્સી મેહુલભાઈ રાયચુરા,બહેનોમાં ઉંમર વર્ષ 16 થી વધુ કોઈ પણ ઉંમર પ્રથમ ભાર્ગવીબેન મનિષભાઈ રૈયારેલા,દ્વિતીય તૃપ્તિબેન વીરેનભાઈ સૂચક,તૃતીય રૂપાબેન દીપેશભાઈ આડતિયા,હેલ્ધી ફૂડ એન્ડ કોલ્ડીન્ક બહેનો તથા બાળકો પ્રથમ ખુશ વી.સૂચક,દ્વિતીય નીયા આર.રૂપારેલ,તૃતીય શ્રૃતિબેન સામાણી,વકતૃત્વ સ્પર્ધા બોર્ડ એક્ઝામ બહેનો પ્રથમ ભાર્ગવીબેન એમ. રૈયારેલા દ્વિતીય મનીષાબેન એમ. રાયચુરા,તૃતીય અલ્કાબેન ડી. દત્તાણી,હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે.