Jai Hind

ઉપલેટા દુધ સહકારી મંડળી દ્વારા પશુપાલકોને ભેટ વિતરણ કરાઈ

રૂ.3.50 લાખની રકમની ફાળવણી

ઉપલેટામાં દૂધ સહકારી મંડળી ઓમાં અગ્રેસર રીતે કામ કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરતા 400 જેટલા સભાસદોને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી મંડળી દ્વારા દર વર્ષે પશુપાલકોને ભેટ આપવામાં આવે છે આ વર્ષે પણ દૂધ ભરતા પશુપાલકોને પ્રોત્સાહિત ભેટ આપવા 3.50 લાખ રૂપિયા ની મતબર રકમની ફાળવણી કરીને ઘર ઉપયોગી સાધનો અને ચીજ વસ્તુઓ ખરીદીને આપવામાં આવે છે પશુપાલકોએ આખા વર્ષ દરમિયાન જે પ્રમાણે દૂધ ભરાયેલ હોય તે મુજબ વસ્તુઓની ભેટ મંડળી દ્વારા આપવામાં આવે છે મંડળીની આ પરંપરાથી પશુપાલકો ને અવનવી ઘર ઉપયોગી વસ્તુઓ આપવામાં આવતા પશુપાલકો ખૂબ રાજી થયા આ પ્રસંગે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ જણાવ્યું કે મંડળી ની વ્યવસ્થાપક સમિતિ ના સભ્યો અને પ્રમુખ તેમજ કર્મચારીઓ ના સમન્વયથી થતી કામગીરીઓ ના પરિણામ સ્વરૂપ મંડળી દર વર્ષે ખૂબ પ્રગતિ કરી રહી છે.