Jai Hind

ગોંડલના લીલાખામાં ચૂંટણી દરમિયાન ભાજપ-આપના કાર્યકરો વચ્ચે મારામારી

ભાજપ દ્વારા બોગસ મતદાન કરાતુ હતું-જીગીશા પટેલ

આપ દ્વારા મતદારોને રોકવા પ્રયત્ન કરાયા-જીલ્લા ભાજપ પ્રમુખ

ગોંડલ નાં લીલાખા ગામે મતદાન પુર્ણ થવાનાં કલાક પહેલાં મતદાન મથક બહાર ભાજપ તથા આપ નાં કાર્યકરો વચ્ચે ઉગ્ર માથાકુટ સર્જાઇ હતી.અને બન્ને જુથ આમને સામને આવી ગયા હતા.
બનાવ અંગે લીલાખા નાં વતની જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્પુ કે આપ નાં ઉમેદવાર મેહુલ આસોદરીયા કેટલાક મતદાર દારુ પીને ખેલ કરેછે.
તેવા આક્ષેપ સાથે મતદારો ને મતદાન કરતા રોકવા પ્રયાસ કરતા હોય ભાજપ નાં કાર્યકરો ઉશ્કેરાયા હતા.અને સામસામી બોલાચાલી સાથે માથાકુટ થઈ હતી.પોતે ત્યાં હાજર હોય દોડી જઇ દરમ્યાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.
બીજી બાજુ આપ નાં નેતા જીગીશા પટેલે કહ્યુ કે આપ નાં તાલુકા પંચાયત ની બેઠક નાં ઉમેદવાર મેહુલભાઈ નાં માતા તથા બહેન બુથ ઉપર એજન્ટ તરીકે બેઠા હતા.ત્યારે ધસી આવેલા ભાજપ નાં કાર્યકરોએ બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કરતા અને મેહુલભાઈ દ્વારા તેમને રોકતા ઉશ્કેરાઈ જઈ માથાકુટ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ નાં લોકોએ દાદાગીરી કરી પચાસ મત બોગસ નાખ્યા હતાં.