Jai Hind

સલાયામાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત

સલાયા નગર પાલિકાની વોર્ડ નંબર 3ની એક બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુલામ અબ્દુલા કારાની મોટી લીડથી જીત થઈ છે.આ બેઠક આમ આદમી પાર્ટી પાસે જ હતી. જેના ઉમેદવારનું મૃત્યુ થતા આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.જે સીટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જંગી લીડથી જીત થઈ છે.કોંગ્રેસના ઉમેદવારને 484 અને અઈંખઈંખના ઉમેદવારને 217 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગુલામને 1008 મત મળ્યા હતા.જેથી એમને જંગી લીડથી વિજય મેળવ્યો હતો. આ વિજય બાદ ઢોલ વગાડી અને જીતને ઉજવવાની ઉમેદવારે ના પાડી હતી.આ જીતથી એમને મૃત્યુ પામનાર ઈશાભાઈ કારાને શ્રધાંજલિ અર્પી હતી. એક સમયે જીત મેળવનાર ગુલામભાઇ ભાવુક પણ થઈ ગયા હતા.