ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ તાલુકા પંચાયતમાં ભાજપ ફરી સાત સ્થાને આવી છે. આ વખતે પણ ભાજપે 12 સીટ કબજે કરી છે જ્યારે કોંગ્રેસના હાથમાં 10 બેઠક આવી છે. ભારે રસાકસી વચ્ચે પણ ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ત્રણેય પોતાના હસ્તગત કરી કોંગ્રેસ ને પરાજય આપેલ છે.
વેરાવળ તાલુકા પંચાયતમાં વિજેતા ઉમેદવારોમાં ભાજપના (1) આદ્રિ – ભરતભાઇ જીણાભાઇ બાકુ (2) ભાલપરા -1 – મેણીબેન વિક્રમભાઇ પટાટ (3) ભાલપરા -2 – લલીતાબેન નાગજીભાઇ સોલંકી (4) ડાભોર – કાનાભાઇ રાણાભાઇ ચોપડા (5) દેદા – નાથીબેન બાબુભાઇ વાજા (6) ઇન્દ્રોઈ – હંસાબેન હાજાભાઇ ચુડાસમા (7) કાજલી – નરેન્દ્રસિંહ ગોવિંદભાઇ ઝાલા (8) કોડીદ્રા – કાળાભાઇ ગાંગાભાઇ પાતળ (9) સવની – પ્રવિણભાઇ મેરામણભાઇ ડોડીયા (10) સુપાસી – હાજાભાઇ વાસાભાઇ સોલંકી (11) ઉકડિયા – કાજલબેન હરેશભાઇ સોલંકી (12) વાવડી આદ્રિ – મનીશાબેન ભુપતભાઇ મોરી તથા કોંગ્રેસ પક્ષના (1) આજોઠા – દેવશીભાઇ ભીમાભાઇ સોલંકી (2) બીજ – વાસુબેન હાજાભાઇ મેર (3) ડારી – અફસાનાબેન જાવીદભાઇ શામદાર (4) ગોવિંદપરા – ઝરીનાબેન સતારભાઇ પંજા (5) ખંઢેરી – જયસિંહ નાથાભાઇ ઝાલા (6) નાવદ્રા – સંજય રામસિંહ સોલંકી (7) પાટણ ગ્રામ્ય – દીનેશભાઇ રાજશીભાઇ ગરેજા (8) રામપરા – કીરણબેન વિમલભાઇ મેર (9) સીડોકર – સીમરન ગનીભાઇ કબીરાણી (10) વડોદરા ડોડિયા – મણીબેન હીરાભાઇ આમેચડા વિજેતા બનેલ છે.