Jai Hind

રાજુલા : ઇન્ડીયન મેરી ટાઇમ યુનિવર્સિટી દ્વારા મેરીટાઇમ જાગૃતી-કારકીર્દી સેમીનાર

રાજુલા, જાફરાબાદ, ખાંભા, મહુવાની વિવિધ આઇટીઆઇના વિદ્યાર્થીઓ સેમીનારમાં ઉપસ્થિત

સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે તા. 21 અને 22 એપ્રિલ, 2026 દરમિયાન ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી (ઈંખઞ)ના સહયોગથી બે દિવસીય મેરિટાઇમ જાગૃતિ, કારકિર્દી માર્ગદર્શન તથા શીપબિલ્ડિંગ ઉદ્યોગ આધારિત વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, મહુવા તથા તળાજા વિસ્તારની વિવિધ ઈંઝઈં સંસ્થાઓના 250થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમનો લાભ મેળવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગ નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વૈશ્વિક વેપાર, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક વિકાસમાં શીપબિલ્ડિંગ તથા મેરિટાઇમ ઉદ્યોગના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મેરિટાઇમ ક્લસ્ટર્સ, શીપબિલ્ડિંગ પ્રક્રિયા, વિવિધ ટેકનિકલ ટ્રેડ્સ, ઉદ્યોગની વર્તમાન માંગ, આવશ્યક કૌશલ્ય, રોજગારલક્ષી અપેક્ષાઓ તથા કારકિર્દી વિકાસના માર્ગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને ઈંઝઈં પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ તાલીમ માર્ગો, પ્રમાણપત્ર આધારિત પ્રગતિ, કારકિર્દી વિકાસના વિકલ્પો તેમજ ભારતીય અને વિદેશી શિપયાર્ડ્સમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે સરકાર દ્વારા પ્રદાન થતી વિવિધ સહાય યોજનાઓ અને પ્રોત્સાહક કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સલામત કાર્ય પદ્ધતિઓ, ઔદ્યોગિક સલામતી જાગૃતિ અને કાર્યસ્થળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શિપયાર્ડ ઓપરેશન્સની માર્ગદર્શિત સાઇટ વિઝિટ દ્વારા તેમને પ્રાયોગિક અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો હતો.