Jai Hind

સાવરકુંડલામાં લાઇટના છેડા કાપી નાખવા મામલે બે કુટુંબીઓ વચ્ચે મારામારી

અમરેલીમાં આઇસરે ઠોકરે લેતા બાઇકચાલકનું મોત

આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાત્રીનાં સમયે પણ થોડીવાર માટે પણ લાઇટ ચાલી જાય તો ગરમી સહન થતી ના હોય ત્યારે સાવરકુંડલા ગામે લાઇટ બંધ થવાનાં મુદે બાજુબાજુમાં રહેતાં કુટુંબીઓ વચ્ચે મારામારી થવા પામેલ છે.આ બનાવમાં સાવરકુંડલા ગામે પાવર હાઉસ પાછળ રહેતાં લાભુબેન છનાભાઇ પદમાભાઈ પરમાર નામનાં 58 વર્ષીય મહિલાની બાજુમાં રહેતાં તેમનાં દિયર જગદીશ પદમાભાઈ પરમારના ઘરે ગત તા.27 ના રોજ રાત્રે 11 વાગ્યે લાઈટ જતી રહેલ હતી. જેથી આરોપી કેતનભાઈ જગદીશભાઈ પરમારે તેમની ભાભુના ઘરની લાઈટનો કેબલ કાપી નાખેલ હતો. જેથી તેના પતીએ ઠપકો આપતા તેનાં દિયરએ તેના પતી એટલે કે આરોપીનાં મોટાભાઈ છનાભાઇ પદમાભાઈ પરમારને ગાળો દેવા લાગેલ હતાં. અને આરોપી કેતનભાઈએ લાકડીનો એક ઘા તેણીનાં ભાભુને માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોચાડી તથા તેણીના પતીને માથાના ભાગે લાકડીનો એક ઘા મારી તેમને પણ ઈજા પહોચાડી હતી. તથા આરોપી ઘનશ્યામભાઈ જગદીશભાઈ પરમારે તેને તથા તેના પતિને ગાળો આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.તો આજ બનાવમાં સામાપક્ષે આરોપી છનાભાઈ પદમાભાઈ પરમાર, ભરતભાઈ છનાભાઈ પરમાર, દીપકભાઈ છનાભાઈ પરમારે સામે ફરિયાદ નોંધાવતાં ઘનશ્યામભાઇ પદમાભાઈ પરમારે જણાવેલ છે કે, પોતાના ભાઈને આરોપી કહેવા લાગેલ કે તે અમારા ઘરની લાઈટ કેમ કાપી નાખેલ છે તેમ કહી ગાળો બોલવા આપેલ લાગેલ ઈંટના છુટા ઘા મારવા લાગેલ જેથી ઘનશ્યામભાઇ તથા તેમના પિતાજી વચ્ચે પડતા તેમને માથાના પાછળના ભાગે ઈંટનો છુટો એક ઘા મારી માથાના ઈજા ઈજા પહોચાડયની સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આઇસરે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત
અમરેલીના હનુમાનપરા રોડ ઉપર આવેલ મારૂતી નગરમાં રહેતાં કૌશીકભાઇ રમેશભાઇ સેજાણી નામનાં યુવક નાના ભાઇ મૌલિકભાઈ ગત તા.22 ના રોજ રાત્રીના ક.11/30 વાગ્યે અમરેલીના મારૂતી નગર, હનુમાનપરા રોડ, શીતલ આઇસ્ક્રીમ પાસે રોડ ઉપર પોતાની મોટર સાયકલ ચલાવી જતા હોય તે દરમ્યાન એક આઇસર ટ્રક નં.ૠઉં-14-ડ-2746 ના ચાલકે પોતાના હવાલાવાળુ આઇસર પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી મૌલિકભાઈની બાઇક સાથે ભટકાવી માથાના ભાગે તથા કીડનીની સાઇડમાં તથા જમણા પગે નાની મોટી ગંભીર ઇજા કરી મૌલિકભાઈ મુત્યુ નિપજાવી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.