બગસરા ચેમ્બરના પ્રમુખનો નગરપાલિકામાં પ્રવેશ, લોકોને વેરો ઘટવાની આશા
બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલએ નગરપાલિકાના વેરાવધારાનો ઉગ્ર વિરોધ કરી છે પ્રાદેશિક કમિશનર સુધી લડત ચલાવી હતી. ભાજપ શાસિત પાલિકાનો વિરોધ કરનારા ચેમ્બરના પ્રમુખને ભાજપે ટિકીટ આપતા જંગી મતથી ચૂંટાઈ આવ્યા હતા જેથી વેરાવધારાનો વિરોધ કરનાર ચેમ્બર પ્રમુખ હવે પાલિકાના સદસ્ય હોય ત્યારે લોકોને કમરતોડ વેરામાંથી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે. બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ ભાજપ શાસિત પાલિકાનો વેરાવધારા બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને નગરપાલિકાની કામગીરી, ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી ત્યારે આ વખતે ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડતા દિનેશ હડીયલને મતદારોએ જંગી લીડથી ચૂંટી કાઢી પાલિકાના સદસ્ય બનાવ્યા છે. વેરાવધારો, ભ્રષ્ટાચાર, પાલિકા વિરૂધ્ધ આરટીઆઈ તેમજ તત્કાલિન મહિલા પ્રમુખના બદલે પતિદેવ વહીવટ ચલાવતા હોવાના તમામ પુરાવાઓ એકત્ર કરી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરેલ હતી તો પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરી ખાડા બૂરવાની કામગીરી કરી ચૂંટણી નહી લડવાની પણ જાહેરાત કરી હતી. જા કે ચૂંટણી આવતા ભાજપની ટિકીટ કોઈપણ ભોગે લઈ આવી ભાજપમાંથી જ ચૂંટણી લડી હતી અને વિજેતા બન્યા હતા ત્યારે વેરાવધારાનો વિરોધ અને ભ્રષ્ટાચાર બાબતે લડત કરનાર દિનેશ હડીયલ હવે શહેરીજનોને વેરાવધારા અને પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે કેવી કામગીરી કરે છે તેની સામે નગરજનો મીટ માંડીને બેઠા છે.
ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખે પાલિકા દ્વારા આયોજીત રાજયમંત્રી કૌશિક વેકરીયાના સન્માન સમારોહમાં શહેર અને ગ્રામ્યથી અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ સ્ટેજ પરફોર્મન્સ કર્યુ હતુ તે સમયે ચેમ્બર પ્રમુખ દિનેશ હડીયલે જે શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તે તમામ શાળાના આચાર્યો સામે શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરી હતી ત્યારે હવે ચેમ્બર પ્રમુખનો નગરપાલિકામાં પ્રવેશ થતા અરજદારોના કામ અંગે કેવી કામગીરી કરે છે તે જાવાનું રહ્યુ