Jai Hind

કેન્દ્રની ભાજપ સરકાર મહિલા અનામત લાવવા માગે છે ત્યારે…. તળાજા મતગણતરી કેન્દ્રો પર પતિઓએ પોતાની ઉમેદવાર પત્નીઓને પણ ન આવવા દીધી!


પત્ની વિજેતા બનીને ફૂલહાર સન્માન પતિઓએ મેળવ્યા!

કેન્દ્ર ની ભાજપ સરકાર મહિલાઓ માટે ખાસ અનામત લાવવામાગે છે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમા 50% મહિલા અનામત સુધી ની જોગવાઈ નો અમલ પણ થઈ રહ્યો છે તો તેની સાથે જમીની વાસ્તવિકતા એ છે કે તાજેતરમાં તળાજા મા યોજાયેલ તાલુકા અને જિલ્લા પંચાયત ના મતદાન કેન્દ્રો પર મહિલા ઉમેદવારના બદલે તેઓના પતિ જ આવ્યા હતા.વિજેતાઓ એ પત્નિ ના બદલે પતિઓએ ફુલહાર અને સન્માન સ્વીકારી લીધા હતા.
દેશ અને દુનિયામા હરકોઈ ક્ષેત્રે સતત પુરુષ ની સાથે કદમ સે કદમ મિલાવી રહીછે.ન્યાયપાલિકા ક્ષેત્રે પણ મહિલાઓ ને એક્ઝિક્યુટિવ કમિટીમા સમાવેશ કરવાના આદેશ નું પાલન થઈ રહ્યું છે.મહિલાઓ માટે જન પ્રતિનિધિત્વ ને લઈ અનામત બેઠકો આપવામાં આવે છે તેમ છતાંય તળાજા વિસ્તારમાં મહિલાઓને આજે પણ પ્રાધાન્ય આપવામાં આવતું નથી.મહિલા અનામત હોય તેનો લાભ પણ પતિદેવોજ મેળવતા જોવા મળે છે.
તાજેતરમાં સંપન્ન થયેલ તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ના પ્રચાર થી લઈ છેક મતગણતરી કેન્દ્ર સુધી મહિલા પોતે ઉમેદવાર હોવા છતાંય ભાગ્યેજ ક્યાંક જોવા મળી. મતગણતરી કેન્દ્ર ની બહાર વિજેતા મહિલા ના પતિ અથવા તો પરિવાર ના સભ્યોજ પોતેજ જાણે ઉમેદવાર હોય તે રીતે ફુલહાર પહેરતા અને સન્માન મેળવતા જોવા મળ્યા હતા.એકલ દોકલ ને બાદ કરતા એકપણ પતિ પોતાની પત્ની ને લાવ્યા ન હતા.
ઠળિયા બેઠક ભાજપમાં
ચર્ચાનો વિષય
ઠળિયા જિલ્લા પંચાયત બેઠક ટીકીટ ની દાવેદારી સમય થીજ ભાજપ સૂત્રો માટે ચર્ચા નો વિષય બની રહી હતી.ટીકીટ ફાળવણી બાદ કપાયેલા મજબૂત ચહેરાઓ ની બાબતો ચર્ચા સ્થાને રહી.હવે જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે પણ ચર્ચા સ્થાને છે કારણ કે આ બેઠક પર ઉપરના એટલેકે જી.પં. ના ઉમેદવાર ભાજપ ના જીત્યા.નિચેની ચારેય તા.પં. ની બેઠકો કોંગ્રેસ ના ફાળે આવી.ગામડાના લોકોને ક્રોસ વોટિંગમા ખબર ન પડે તે વાત નો અહીં છેદ ઉડીગયો. સાથે આવું કેમ બન્યું તેવા સવાલો સાથે અનેક તર્ક ઉઠી રહ્યા છે.જિલ્લામાજ ક્રોસ વોટિંગ ની ઘટનાઓ ભાજપ સૂત્રો વાગોળી રહ્યા છે.