Jai Hind

ઉનાના ગાંગડા ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકી

6 જુગારીઓ રંગેહાથ ઝડપાયા, રૂ. 14,900નો મુદ્દામાલ જપ્ત: ગીર સોમનાથ પોલીસની જુગાર વિરોધી ઝુંબેશ વધુ તેજ, બાતમીના આધારે સફળ રેડ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ચાલતી જુગારની બદીને ડામવા માટે કડક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગતઉનાતાલુકા ના ગાંગડા ગામે પોલીસે સફળ રેડ કરીને જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંગડા ગામમાં ચાલતા જુગારધામ પર રેડનું આયોજન કરવા માં આવ્યું હતું. પોલીસની ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે ચારે તરફથી ઘેરો ઘાલીને તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા.રેડદરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 14,900/- તથા જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જડપાયેલા સલીમ અબ્દુલબકરભાઈ મનસુરી, બાબુભાઈ મનસુખભાઈ વરુ,ભૂપતભાઈ ઉર્ફે બાબુ કાળુભાઈ જાદવ, છગન ભાઈ બાબુભાઈ હસમાણી, અલભાઈઉર્ફેમેહનહસમુખ ભાઈ ભમાણી , જિગ્નેશભાઈ બાબુભાઈ પરમાર સામે કાર્યવાહી કરવા આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક ઝુંબેશ ચાલુ જ રહેશે.પોલીસે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, આપના વિસ્તારમાં જો ક્યાંય પણ જુગાર, સટ્ટો કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. સમાજમાંથી આ દૂષણ ડામવા પોલીસને જનસહયોગની અપેક્ષા છે.