રાઠોડ પરિવારમાં કરૂણ બનાવ બનતા ગામમાં શોકનુ મોજું ફરી વળ્યુ
માળીયાહાટીના તાલુકાના કરીંભડા ગામમાં કોળી સમાજ ના. રાઠોડ પરિવારમાં લગ્નનો શુભ પ્રસંગ અને મૃત્યુનો અશુભ. પ્રસંગ બંને એક જ કલાકમાં બની જતા નાના એવા કાલીંભડા ગામમાં અને કોળી સમાજમાં અરેરાટી મચી ગઈ છે અને શોક નું મોજું ફરી વળ્યુ હતું કરીંભડા ગામના કોળી જ્ઞાતિના મોહનભાઈ. ( કારાભાઈ) પરબતભાઈ રાઠોડની 2 દીકરી સીમાબેન અને ધરતી બેનના ના લગ્ન ગઈકાલે તા.30 ના રોજ યોજાયા હતા સીમાબેનની જાન દિવાસાથી અને ધરતી બેનની જાન આંત્રોલીથી સવારના 9:30 વાગે આવી ગઈ હતી
બંને ક્ધયાના પિતા મોહનભાઈ સહિતના રાઠોડ પરિવાર એ અને સગાઓએ જાનની આગતા સ્વાગત અને સારામાં સારી મહેમાન ગતિ. કરી નાસ્તા પાણી પણ કરી લીધા હતાં લગ્નના મંગળ ગીત ગવાયા હતા એ પછી 10:30 વાગે ક્ધયાના પિતા મોહનભાઈ રાઠોડ ને હાર્ટ એટેક આવતા તેમના પરિવારના દીપકભાઈ રાઠોડ અને તેમના મિત્ર સતિષભાઈ સગર અને નજીકના પાડોશીઓએ 108 એમ્બ્યુલન્સમાં મોહનબાપાને માળીયાહાટીના સરકારી દવાખાને લઈ આવ્યા હતા ત્યાં મોહન બાપા નું પ્રાણ પંખીડું ઈશ્વરના દરબારમાં પુગી ગયું હતું અને બીજી તરફ પરિવારજનોએ મોહન બાપાના અવસાનની કોઈને ખબર ન પડે એ રીતે. બંને ક્ધયાઓ ને તાત્કાલિક પરણાવી અને જાન ને જમાડી. ને. બપોરે 3 વાગે બન્ને જાનને વિદાય આપી હતી એ પછી ચાર વાગે મોહન બાપાની ડેડબોડીને તેમના વતન કાલીમડા લઈ આવ્યા હતા. સીમા અને ધરતી આ બંને પુત્રીઓ પાછા કારીમડા આવ્યા એ પછી જ રાત્રે 9:30 વાગે મોહન બાપાની અંતિમવિધિ સ્મસાન યાત્રા કાઢવામાં આવી હતી.
આમ. કારીભડામાં રાઠોડ પરિવાર માં . લગ્નના મંગળ ગીતો ગવાયા એ. પછી મરશિયા પણ ગવાયા હતા આમ રાઠોડ પરિવારમાં સવારે લગ્ન પ્રસંગના મંગળ ગીતો અને રાત્રે હૈયાફાટ રૂદનથી લોકોનું કાળજુ કંપાવી નાંખે એવા દ્રશ્યો સર્જાયા હતા.
મોહન બાપાના અવસાનની જે પરિવારને ખબર હતી એ લોકોએ ભોજન કર્યું નહોતું અને મોટાભાગની રસોઈ કોઈએ. જમી ન હતી.આમ બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાએ વિદાય લેતા રાઠોડ પરિવાર ભાંગી પડ્યો હતો