સાંજે રાજકોટ-નવી મુંબઈ વચ્ચે મુસાફરોનો ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો
ગત માર્ચ માસના અંતિમ દિવસોમાં ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ રાજકોટથી નવી મુંબઇ વચ્ચે સવાર અને સાંજની બે ફ્લાઇટ મુકી હતી. આ ફ્લાઇટોમાં સાંજની નવી મુંબઇ ફ્લાઇટને ટ્રાફિક નહીં મળતા આજથી જ સાંજે 19-35 કલાકની નવી મુંબઇ ફ્લાઇટ હવે નવી મુંબઇને બદલે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઇ ઉડશે.
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવાઇ સેવા પુરી પાડતી ઇન્ડિગો એર લાયન્સની ડેઇલી 9-10 ફ્લાઇટ ઉડે છે. જેમાં નવી મુંબઇ માટે સવારે 8-25 અને સાંજે 7-35 કલાકે ફ્લાઇટ શરુ છે. આ બંને ફ્લાઇટ રાજકોટ-નવી મુંબઇ ઇન્ટરનેશનલ વચ્ચે ઉડી રહી છે. જેમાં આજથી હવે ડેઇલી સાંજની 190 2100/2104 રાજકોટ-નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના બદલે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઇ જવા ઉડાન ભરશે.
આ ફ્લાઇટના ફેરફાર પાછળ ટ્રાફિક કારણભુત છે. સાંજે રાજકોટ-નવી મુંબઇ વચ્ચે મુસાફરોની સંખ્યા ઘટતા એર લાઇન્સ કંપનીએ ફેરફારનો નિર્ણય લીધો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.