Jai Hind

હવે શિયાળબારા નજીકથી ડ્રગ્સના 10 પેકેટ મળ્યા

સતત બીજા દિવસે બિનવારસું ડ્રગ્સના પેકેટ મળતા મરીનનું સર્ચ ઓપરેશન

કચ્છ-ભૂજના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરીથી બિનવારસું હાલતમાં ડ્રગ્સના પેકેટ પકડાવવાનો સીલસીલો શરૂ થયો છે. ગુરૂવારે જખૌના ટાપુ પરથી બિનવારસું હાલતમાં ડ્રગ્સના 10 પેકેટ પકડાયા બાદ શુક્રવારે શિયાળબારા પાસેથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા છે. મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
અગાઉ સાંઘી જેટી ક્રીક વિસ્તારમાંથી 18 તે બાદ ખીદરતપીર ટાપુના દરિયા કિનારાથી 10 પેકેટ મળી આવ્યા બાદ શિયાળબારા વિસ્તારમાંથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જખૌ મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કરવામાં આવ્યું ત્યારે બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. જે મામલે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. હાલ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેથી વધુ પેકેટ મળવાની શક્યતા છે.