Jai Hind

માળીયા(મી) : પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ ડિટેઈન

સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

માળીયા(મી) પોલીસ દ્વારા અવાર નવાર પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલા એક ઇસમ અંગે પાસા દરખાસ્ત મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ જે અનુસંધાને માળીયા(મી) પોલીસે આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે. માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા આમિન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર રહે. વેણાસર ગામની સીમ તા. માળીયા(મી) વાળા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. જે બાદ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી મધ્યસ્થ જેલ સુરત લાજપોર ખાતે ખસેડવામાં આવ્યો છે.