Jai Hind

નરસિંહ મહેતા યુનિ.ના કેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો ડિપાર્ટમેન્ટના વડાએ છાત્રોને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પાઠવ્યું

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી એમ.એસ.સી. સેમેસ્ટર- 4 ના વિદ્યાર્થીઓ માટે ‘ઉડાન’ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. આર. જી. પરમાર, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદાઇ લઇ રહેલ વિદ્યાર્થીઓને સંબોધતા ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વડા પ્રો.(ડો.) નવલ કપુરીયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિ.ના વિવિધ ડિપાર્ટમેન્ટના વડા ડો. રાકેશભાઈ પરમાર, ડો. જયસિંહ ઝાલા, ડો. ભાવસિંહ ડોડીયા, ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કારકિર્દીનાં લક્ષ્યાંક સિધ્ધી થાય તવિદ્યાર્થીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં યોજાતી શિક્ષણ, અભ્યાસ, પ્લેસમેન્ટ અને સંશોધન પ્રવૃત્તિઓને વિશેષ પ્રશંસા મળી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી સભ્યો ડો. નવલ કપુરીયા, ડો. જસ્મીન ભાલોડીયા, ડો. મૃણાલ અંબાસણા તથા ડો. રશ્મિબેન પટેલ દ્વારા આપવામાં આવતું નિયમિત શિક્ષણ, લેબોરેટરી ટ્રેનિંગ અને સંશોધન માર્ગદર્શન તેમના ભવિષ્ય નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે તેમજ આ પ્રવૃત્તિઓ તેમને શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યાવસાયિક કુશળતા પણ પ્રદાન કરે છે.