Jai Hind

લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પુન: જીવનભાઈ વોરાએ ચાર્જ સંભાળ્યો

લીલીયા ગ્રામ પંચાયતમાં જીવનભાઈ વોરાને ફરી સરપંચ પદ પર પ્રસ્થાપિત કરવાનો હુકમ અધિક વિકાસ કમિશનર ગુજરાત રાજય ગાંધીનગર તરફથી મળતા આજે બપોરના 1ર કલાકે ગ્રામ પંચાયત સરપંચ તરીકેનો ચાર્જ જીવનભાઈ વોરાએ સંભાળતા ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયાએ મો મીઠું કરાવી આવકાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે અધિક વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા કામ ચલાવ મનાય હુકમ તારીખ ર0/3/ર0ર6ના રોજ કરી દેવામાં આવેલ પરંતુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાની અમલવારી શરૂ હોવાથી આજરોજ તારીખ ર/પ/ર0ર6 હુકમ મળતા સરપંચ તરીકે જીવનભાઈ વોરા પ્રસ્થાપિત થયેલ તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલછે.