કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ
ઉનાળાની ઋતુમાં સૂર્યનારાયણના આકરા તાપથી સમગ્ર સૃષ્ટિ તપી રહી છે, ત્યારે ઉના અને દેલવાડા વિસ્તારમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૂંગા પક્ષીઓના જીવન બચાવવા માટે એક અત્યંત સરાહનીય અને અનુકરણીય પહેલ કરવામાં આવી છે.
ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓ માટે કુલ 3500 જેટલા પીવાના પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. ઉનાળાના આકરા દિવસોમાં પાણીના અભાવે અસંખ્ય પક્ષીઓ તરસથી તરફડીને મોતને ભેટતા હોય છે. આવા કપરા સમયે ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિ માનવતા, કરુણા અને પ્રકૃતિ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ લોકોપયોગી કાર્ય અંગેકુબાવતચેરિટેબલટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હરકિશનભાઈ આઈ. કુબાવતે જણાવ્યું હતું કે, “આધુનિકીકરણ અને વધતા પ્રદૂષણના કારણે પક્ષીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે,જેસમગ્ર માનવજાત માટે એક ચિંતાજનક સંકેત છે. પર્યાવરણનું સંતુલન જાળવવામાં પક્ષીઓનો ફાળો અમૂલ્ય છે. જો આપણે સમયસર જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢીને કદાચ ચકલી-કાબર જેવા પક્ષીઓ માત્ર ચિત્રોમાં જ જોવા મળશે.”