પોલીસમાં નોંધાવાયેલ ફરીયાદ
જિલ્લામાં દસાડાના મેતાસર ગામના મહિલા સરપંચના પતિને ગર્ભીત ધમકી આપી રૂપીયા 10 લાખની ખંડણી માંગ્યાની એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બનાવમાં આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દસાડા તાલુકાના મેતાસર ગામે રહેતા 30 વર્ષીય કીશનભાઈ ધનજીભાઈ મકવાણા ફોટોગ્રાફી અને ઓનલાઈન કોમ્પ્યુટરનું કામ કરે છે.તેમના પત્ની રવીનાબેન છેલ્લા 4 વર્ષથી ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે. ગામના દીલીપ ભીખાભાઈ રાઠોડે ગત તા. 9-2-26ના રોજ સરપંચનો વિરોધ કરી તલાટી પાસે કામોની આરટીઆઈ હેઠળ માહીતી માંગી હતી. દીલીપે ગામમાં એક લગ્નમાં આવી અનુસુચીત જાતીના લોકોને લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા દેતા નથી તેમ કહી ગામમાં પ્રશ્ન ઉભો કર્યો હતો. ગત તા. 6-4ના રોજ દીલીપે માહીતી નહી માંગવાનું કહી સમાધાનની વાત કરતા ગામમાં લગ્ન પ્રસંગે વરઘોઢો કાઢયો હતો.જયારે તા. 19-4ના રોજ દીલીપે મહિલા સરપંચના પતિ કીશનભાઈને ફોન કરી તું ગામમાં મારા હાથ-પગ ભાંગી નાંખવાની વાત કરેશ હવે તારે સમાધાનના 10 લાખ આપવા પડશે તેમ કહ્યુ હતુ. તા. 25-4ના રોજ ગામના બસ સ્ટેશન પાસે દીલીપે અડધા પૈસાની માંગણી કરી.જો નહી આપે તો જાનનું જોખમ રહેશે, દલીત અંગેના ગામમાં પ્રશ્નો ઉભા કરીશ અને તંગદીલી રહેશે તેવી ધમકી આપી હતી. આ અંગે તા. 29-4ના રોજ રાત્રે કીશનભાઈએ આરોપી દીલીપ રાઠોડ સામે દસાડા પોલીસ મથકે ખંડણીની અને ગર્ભીત ધમકીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ બી.એચ.શીંગખરીયા ચલાવી રહ્યા છે.