Jai Hind

સોમનાથ-પ્રભાસપાટણ ખાતે રાજય કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ

બે દિવસની સ્પર્ધામાં 550થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

સોમનાથ -પ્રભાસ- પાટણ સોમનાથ મંદિર સાનિધ્યે આવેલ સાગર દર્શન ઓડિટોરિયમ હોલ ખાતે તારીખ 1 અને 2 મે એમ બે દિવસથી રાજ્યકક્ષાની 15મી ગુજરાત વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઇ હતી જેમાં 15 જિલ્લા ના 550 જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનોએ ભાગ લઈ ચેમ્પિયનશિપ રેન્ક મેળવી હતી અને વિજેતાઓને પ્રમાણપત્ર. મેડલચંદ્રક અને આગળ વિજેતાઓને આગામી તારીખ 24 અને 25 મેના રોજ હિમાચલ પ્રદેશના ધરમશાળા ખાતે યોજનાર રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં પસંદગી યુક્ત કરાયા હતા.ગુજરાત વાડો કાઈ કરાટે ના સિંહાન પ્રવીણ ચૌહાણે આ અંગે જણાવ્યું કે આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 500 ઉપરાંત સ્પર્ધકો તેમના વાલીઓ સહિત અંદાજે 1500 થી 2000 લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.સોમનાથ ખાતે યોજાયેલા રાજ્ય સ્પર્ધામાં આ સંસ્થાના રાષ્ટ્રીય કક્ષાના ચેરમેન- ટ્રસ્ટી રાજેશ અગ્રવાલની પ્રેરક પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી આ સ્પર્ધામાં 15 જેટલા જજ અને 20 જેટલા અલગ -અલગ જિલ્લાઓના કોચ તથા અધિકારીઓએ હાજરી આપી પાંચ વર્ષથી માંડી 35 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લઈ ઉત્સાહક દાખવ્યો હતો.