Jai Hind

ઉપલેટાની રઘુવંશી સોસાયટીમાં પાણીની પાઈપલાઇનનું ખાતમુહુર્ત

15 દિવસે પાણી વિતરણ થતુ હોવાની રજૂઆત બાદ તંત્રની કામગીરી શરૂ

અહીંના આખી જાળીયા રોડ ઉપર આવેલ રઘુવંશી સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી નગરપાલિકા દ્વારા અપાતા પાણીમાં અનિયમિતતા ની ફરિયાદને ધ્યાને લઈ બે દિવસ પહેલા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા વોર્ડનાં સદસ્યો અને જળાશય વિભાગના અવિભાઈ સુવા તથા અધિકારીને સાથે લઈ સ્થળ ઉપર જઈને સોસાયટીના લોકોના પ્રશ્નો સાંભળી સાથેના જળાશય વિભાગના અધિકારીઓને તાત્કાલિક પાણી માટે વ્યવસ્થા કરવાની કડક સૂચના આપેલા હતી અને બીજા દિવસે રઘુવંશી સોસાયટીમાં પાણીની નવી પાઇપલાઇનનું વર્ષાબેન ગજેરા એ વિશાળ હાજરી વચ્ચે ખાતમુહૂર્ત કરેલ છે આને કહેવાય સ્થળ ઉપરના પ્રશ્નનો નિકાલ આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા વોર્ડ સદસ્યો મહેશભાઇ સુવા ચંદ્રપાલસિંહ જાડેજા ચેતનભાઇ કાલરીયા મયુુુરભાઈ વાઘેલા અને પરબતભાઈ બારૈયા વિક્રમસિંહ સોલંકી સોસાયટી ના આગેવાન પ્રો. ગુલાબભાઈ અપારનાથી ભુપતભાઈ ગજેરા મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે પાણીની મુશ્કેલી ની ઝડપી કામગીરી બદલ સોસાયટી ના લોકોએ પ્રમુખ તથા જાગૃત સદસ્યો નો આભાર માની કામગીરી ને બિરદાવી હતી.