બસ સ્ટેશનથી ટાવર સુધીનો રોડ ખરાબ હોવાથી ભારેે હાલાકી
વેરાવળના બસ સ્ટેશન થી ટાવર સુધીનો રોડ ખરાબ હોય અને બે રોડની વચ્ચે ચાર ઈંચની કડ પડતી હોય તેમજ ભીડીયા પુલ નજીક મોટો ખાડો કરેલ હોય જે બાબતે નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વેરાવળના સંજય અશ્વીનભાઇ કુહાડા દ્વારા કરેલ લેખિત રજૂઆત માં જણાવેલ કે, ભીડીયા પુલ પાસે 10 ફુટ ઉડો અને 20 ફુટ લાંબો ખાડો જાહેર રસ્તા ઉપર કરવામાં આવેલ અને તેના લીધે કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. રાત્રીના જે.સી.બી. મશીન ખાડો એમને એમ રાખી ત્યાંથી નીકળી ગયેલા ત્યારબાદ મોડી રાતના કે વહેલી સવારે આ ખાડો પુરાયેલ છે પરંતુ તેની “ધૂળ અને કસ્તર (કાકરા) સમગ્ર રોડ ઉપર પથરાઈ ગયેલ છે. આ ખાડો સરકારના કયા વિભાગ દ્વારા કરવામા આવેલ અને શું કામ કરવામાં આવેલ અને જો ગટર અને પાણીની લાઈન માટે કરવામાં આવેલ હોય તો રાતોરાત આ ખાડો કેમ પુરી દેવામાં આવેલ છે. હાલ આ રસ્તા પર હજારો વાહનો પસાર થાય છે, આ રસ્તા ઉપર પડેલ કાંકરા કસ્તરના કારણે કોઈને અકસ્માત થાય અને ગંભીર ઈજા થાય તો આના જવાબદાર કોણ ? આવા બે જવાબદાર વહીવટ અંગે તપાસ કરી જવાબદાર લોકોને શિક્ષાત્મક પગલા લેવાની માંગ કરેલ છે.
આ ઉપરાંત વેરાવળમાં રેયોન થી ટાવર ચોક સુધી થોડા મહિના પહેલા રોડ અમુક ભાગમાં પેચવર્ક કામ થયેલ અને જે બસ સ્ટેશન થી ટાવરચોક સુધીનો રોડ હોય ત્યાં બે રોડની વચ્ચે ચાર ઈંચની કડ પડતી હોય રોડ ઉંચો – નીચો હોય અકસ્માતની શક્યતા વધુ રહેલી છે. અકસ્માત થાય અને કોઈને ગંભીર ઈજા થાય તે પહેલા રોડ સારી રીતે બને તેવી માંગ કરેલ છે. આ રજૂઆત ની જાણ મુખ્યમંત્રી સહિતનાને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.