સોલાર પ્લાન્ટમાં આગને લઈને મોટુ આર્થિક નુકશાન
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં તા.2ના રોજ આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા પંથકમાં અફ્રાતફરીનો માહોલ સર્જાયો હતો. તલસાણા ગામે આવેલા સોલર પ્લાન્ટમાં આગના કારણે મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે, જ્યારે કેસરિયા ગામ પાસે રોડ સાઈડમાં આગ ફટી નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લખતરના તલસાણા ગામ પાસે આવેલ સોલર પ્લાન્ટના ’વિભાગ-1’ માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી સોલર પ્લેટોની નીચે ઉગી નીકળેલા સૂકા ઘાસમાં આગ લાગવાના કારણે પળવારમાં જ જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં અનેક સોલર પ્લેટોને નુકસાન પહોંચ્યું હતું. પ્લાન્ટના કર્મચારીઓમાં આગને પગલે દોડધામ મચી ગઈ હતી.
બીજી તરફ્, લખતરના કેસરિયા ગામ નજીક પસાર થતા રોડની સાઈડમાં આવેલા બાવળોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનોમાં આગની જ્વાળાઓ જોઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. બંને ઘટનાઓની જાણ થતા જ સુરેન્દ્રનગર ફયર બ્રિગેડની ટીમ તત્કાલ હરકતમાં આવી હતી.
ફયર ઓફ્સિર દેવાંગભાઈ ધૂધરેજીયાની આગેવાનીમાં ફયર ડ્રાઈવર અમૃતભાઈ કલોતરા, ફયરમેન ચેતન ભલગામડીયા અને રાહુલભાઈ ડોડીયા સહિતના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંને સ્થળોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ કયા કારણોસર લાગી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.