Jai Hind

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહથી લઈ તમામ શ્રેણીના કાર્યકરો-મતદારોને શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવ

આસામ-બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત થતા
બંગાળનો ભવ્યાતિભવ્ય વિજય વડાપ્રધાને ભાજપ(જનસંઘ) ના આદ્યસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ને સમર્પિત કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

પશ્ચિમ બંગાળના રાજકીય આકાશમાં એક નવો સૂર્યોદય થયો છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીના શબ્દોમાં કહીએ તો અંધેરા છટ ગયા, કમલ ખીલ ગયા. બંગાળમાં માત્ર સત્તાનું હસ્તાંતરણ નથી પરંતુ વિકાસની ક્રાંતિનો શંખનાદ ફૂકાયો છે. ભારતીય રાજનીતિના ઇતિહાસના પાના જ્યારે પલટાશે ત્યારે 2026માં બંગાળમાં થયેલી મનતાની હાર અને મોદીજીની જીતનો સમયગાળો 2014ના કેન્દ્ર સરકારના પરિવર્તન કરતાં પણ દેશ માટે વધુ તેજસ્વી જણાશે એવું ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત સાબિત કરે છે કે લોકશાહીમાં પજનમતથ એ કોઈ પથ્થરની લકીર નથી, પણ વહેતી સરિતા છે જે ગમે તેવા અભેદ્ય કિલ્લાઓને પણ પોતાની અવિરત ધારાથી ઓગાળી શકે છે. વર્ષોથી જે ભૂમિ તુષ્ટિકરણના ધુમ્મસમાં લપેટાયેલી હતી અને જ્યાં અરાજકતાએ જ પોતાનું શાસન સ્થાપી દીધું હતું, ત્યાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહથી લઈ અસંખ્ય સંઘ-ભાજપના નામી-અનામી કાર્યકરોને કારણે સત્ય-ન્યાયનો ઉજાસ ફેલાયો છે. રાજનીતિ જ્યારે માત્ર સત્તા મેળવવાનું સાધન બની જાય ત્યારે તે અરાજકતાને જન્મ આપે છે, પરંતુ જ્યારે તે રાષ્ટ્ર નિર્માણનું વ્રત બને ત્યારે તે બંગાળ જેવું ઐતિહાસિક પરિવર્તન લાવે છે. તુષ્ટિકરણની દીવાલો આખરે તો લોકકલ્યાણના મહાસાગર સામે વામણી સાબિત થઈ છે. હવે બંગાળમાં માત્ર વિકાસનો સૂર્યોદય નથી થયો પણ એક એવી શાંતિનો આરંભ થયો છે જે એકતાના તાંતણે ગૂંથાયેલી છે. આ જીત પાછળ વડાપ્રધાન મોદી અને સંઘ-ભાજપના તમામ નાના-મોટા સભ્યો-સમર્થકોની જે ધીરજ રહી છે, તે આધુનિક રાજનીતિ માટે એક મહામૂલો પાઠ છે. સત્તા હોવા છતાં તેનો સંયમિત ઉપયોગ અને પ્રતિકૂળ સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ શાસન જેવા ટૂંકા રસ્તાઓ અપનાવવાને બદલે જનતાના હૃદય સુધી પહોંચવાનો લાંબો પણ સાચો માર્ગ પસંદ કરવો એ લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. આ જીત એ ખંતની જીત છે, એ કાર્યકરના પરસેવાની જીત છે જેણે હિંસા-તોફાનો દાદીગીરી-દમન વચ્ચે પણ આશાનો દીવો પ્રજ્વલિત રાખ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા અને તેના ગુંડાઓ મચાવેલો આતંક અને સત્તાના દુરુપયોગથી કોણ અજાણ છે? જોકે મોદીજીથી લઈ પક્ષના સેંકડો કાર્યકરો ભાજપની આદર્શ રાષ્ટ્રવાદી વિચારધારા ન તો છોડ્યા ન હતા ન તો ભૂલ્યા હતા.