Jai Hind

સુત્રાપાડાની ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલનું ધો-12નું ઝળહળતું પરિણામ


દર વર્ષની પરંપરા જાળવી સફળતા મેળવી

શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી સુત્રાપાડાની ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલ સંચાલિત વિવિધ શાળાઓએ માર્ચ-2026માં લેવાયેલ એચ.એસ.સી. (ધોરણ-12) ની પરીક્ષામાં દર વર્ષની પરંપરા જાળવી રાખીને ભવ્ય સફળતા મેળવી છે. સુત્રાપાડા કેન્દ્રનું કુલ પરિણામ 95.91% રહ્યું છે, જેમાં સંકુલની શાળાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળાવાર પરિણામની વિગતો:
વિ.વિ.મંદિર કુમારશાળા: શાળાનું કુલ પરિણામ 98.74% આવ્યું છે. જેમાં કામાળીયા મયુરભાઈ (92.72 ઙછ), વાજા પાર્થ (92.57 ઙછ) અને વાજા કિશોરભાઈ (91.53 ઙછ) એ પ્રથમ ત્રણ ક્રમ મેળવ્યા છે. વિ.વિ.મંદિર ક્ધયાશાળા: શાળાએ 99.06% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ચૌહાણ અદિતિબેન (99.31 ઙછ) સાથે પ્રથમ સ્થાને, વાજા કોમલબેન (98.40 ઙછ) બીજા અને બારડ સ્નેહાબેન (98.18 ઙછ) ત્રીજા સ્થાને રહ્યા છે.શ્રી કે.કે.બારડ ક્ધયા વિદ્યાલય: આ શાળાનું પરિણામ 100% રહ્યું છે. રામ ડિમ્પલબેન (72.91 ઙછ) એ શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
યુ.જે.બારડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અમરાપુર: આ શાળાએ પણ 100% પરિણામની સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં જોટવા હેતલબેન (78.17 ઙછ) પ્રથમ ક્રમે રહ્યા છે.
આ શાનદાર સફળતા બદલ સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ બારડ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને તેમજ રાત-દિવસ મહેનત કરનાર શૈક્ષણિક સ્ટાફ પરિવારને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંકુલની આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.