1098 ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા કરાયેલી કામગીરી
બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં કોલ કરી જાણ કરવામાં આવેલ કે એક કિશોરી છે જે અહીં બોટાદ બસ સ્ટેશન પર એકલી છે. કિશોરીને મદદની જરૂર છે. જે ઘટનાની જાણ થતા બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન (1098) ટીમ ઘટના સ્થળે પહોંચી કિશોરીનું કાઉન્સિલિંગ કરવામાં આવેલ તેમજ કાઉન્સિલિંગ કર્યા બાદ જાણવા મળેલ કે તેના મમ્મી દ્વારા ઘરકામ અંગે ઠપકો આપતા આ વાત કિશોરીને મન પર લાગી આવતા તે ઘરેથી પૂછ્યા વગર નીકળી ગયેલ અને વધુમાં જાણવા મળેલ કે બાળકી મોરબી જિલ્લાની છે અને ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા કિશોરી પાસેથી તેના પિતાનો કોન્ટેક નંબર મેળવી તેના પિતાને જાણ કરેલ. જે અંગેની જાણ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને કરવામાં આવી. બાળ સંભાળ ગૃહ ન હોવાથી કિશોરીને રાત્રિ આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ ખાતે મૂકવામાં આવી. તારીખ : 02/05/2026 નાં રોજ બપોરે 15:00 કલાકે કિશોરીને બાળ કલ્યાણ સમિતિ બોટાદ સમક્ષ રજૂ કરવામાં આવી. કિશોરીના માતા -પિતાને તેમના આધાર પુરાવા સાથે બાળ કલ્યાણ સમિતિમાં બોલાવવામાં આવેલ. તેમજ બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકીને મોબાઈલથી દૂર રહેવા તેમજ સોશિયલ મીડિયાથી થતા નુકસાન અંગે સમજાવવામાં આવેલ અને ભવિષ્યમાં ફરીવાર આવું પગલું ના ભરે તે અંગે સમજાવેલ અને કિશોરી તેના માતા – પિતા સાથે ઘરે પરત જવા માટે સહમત થતાં બાળકીને બોટાદ બાળ કલ્યાણ સમિતિ ,બોટાદ દ્વારા કિશોરીની તમામ જવાબદારી સાથે તેના પિતાને સોંપેલ છે.આ તકે કિશોરીના માતા – પિતા ભાવુક થઈ ગયેલ અને આમ બોટાદ બાળ કલ્યાણ સમિતિ અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઇન ની સંયુક્ત કામગરીને પગલે 15 વર્ષની કિશોરીનું તેમના માતાપિતા સાથે મિલન કરાવવામાં આવ્યું. આ તકે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી, સભ્ય હિરેનભાઈ શાહ, સભ્ય મુકેશભાઈ ખોડદા, સભ્ય અનીષાબેન, સચિવ સી ડબલ્યુ સી ગોરધનભાઈ મેર, કાઉન્સેલર ચિન્મયભાઈ, બોટાદ ચાઇલ્ડ હેલ્પલાઈન પ્રોજેક્ટ કો – ઓરડીનેટર પરમાર જલ્પાબેન, કાઉન્સેલર મેહુલભાઈ સોનગરા, બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઇન સુપરવાઈઝર જમોડ ઉર્મિલાબેન , સી ડબલ્યુ સી કર્મચારી દશરથભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.