200થી વધારે કંપનીઓ દ્વારા પ્લેસમેન્ટ
પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ના પ્રયાસોથી વિવિધ ક્ષેત્રની 200 થી વધુ અગ્રણી કંપનીઓમાં ઉપલેટા વિસ્તારના 5000 થી વધુ બેરોજગાર યુવાનોને જોબ મળે તે માટે બે દિવસની જોબ ફેરમાં 20 થી વધુ ઉદ્યોગોની 200 થી વધુ અગ્રણી કંપનીઓ તેમાં ભાગ લેશે જેમાં હજારો રોજગારની તકો ઉપલબ્ધ થશે તેમાં આઈ ટી સેક્ટર રીન્યુબલ એનર્જી ફૂડ સર્વિસ એજ્યુકેશન હેલ્થ એગ્રીકલ્ચર અને લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રે રોજગારીના દ્વાર ખુલશે ઈચ્છુક યુવાનો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં યુવાનોને તેમની કુશળતા મુજબ નોકરી શોધવાની તક પૂરી પાડવામાં આવી છે અને તેમાં સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ અને ઓફર લેટરની પણ સુવિધા છે તેના માટે જિલ્લા યુવા ભાજપનાં મહામંત્રી સૂરજભાઈ ડેર હરસુખભાઈ સોજીત્રા રાજ વાઢેર આગેવાની નીચે યુવા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ફેનીલ કકડ તૃપ્તરાજસિંહ વાળા અને રામદેવ ઉંટડીયા સહિત ના હોદ્દેદારો અને કાર્યકરો શહેર અને તાલુકા ના ગામડે ગામડે ડોર ટુ ડોર પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે તેમની નેમ છે આ વિસ્તારના 5000 થી વધુ બેરોજગાર યુવાનો ને જોબ મળે અને પગભર થાય.