LCB ટીમની સતર્કતાથી ગુનાનો પર્દાફાશ, વધુ તપાસનો ધમધમાટ શરૂ: કાંધી પ્લોટ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય દિનેશ ઉર્ફે ડેની સોલંકી રૂ. 20,000ના હીરો સ્પ્લેન્ડર સાથે ઝબ્બે
ગીર સોમનાથ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ( LCB )ની ટીમે ઉના શહેરમાંથી ચોરી થયેલા વાહનોના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. શહેર ના હાર્દસમા વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક રીઢા શખ્સને ઝડપી પાડીને પોલીસેગુનાખોરી ની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના થી કઈઇ પીઆઈ રાજપૂત ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સિંધવ તથા સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કાંધી પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશ ઉર્ફે ડેની કરશનભાઈ ઉર્ફે કસાભાઈ સોલંકી (ઉંમર વર્ષ 21, ધંધો મજૂરી) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.પોલીસે આરોપી દિનેશ સોલંકી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજિસ્ટ્રેશન નં. ૠઉં-11-અઊ-2945) કબ્જે કરી છે. આ બાઈક ઉના શહેરના ટીંબી વિસ્તારમાંથી તા. 25/04/2026ના રોજ ચોરી થયું હોવાની ફરિયાદ ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જપ્ત કરાયેલ વાહનની બજાર કિંમત આશરે રૂ. 20, 000/-આંકવામાં આવી છે
પ્રાથમિક પૂછપરછમાં આરોપી દિનેશ ઉર્ફે ડેનીએ ગુનો કબૂલ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલ આરોપી અગાઉ પણ વાહનચોરી અને નાના-મોટા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાની આશંકા છે. કઈઇ ટીમ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને ઉના, કોડીનાર, ગીરગઢડા સહિતના પંથકમાં નોંધાયેલા વણઉકેલ્યા વાહનચોરીના ગુનાઓ માં તેની સંડોવણી ખૂલે તેવી પ્રબળ શક્યતાઓ છે. ઉના શહેરમાં વધી રહેલી વાહનચોરીની ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ હતો. ત્યારે કઈઇ ટીમે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીદેતાનગરજનો એ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા પોલીસ વડાએ આ સફળ કામગીરી બદલ કઈઇની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય ગુના ઓના પણ પર્દાફાશ થઈ શકે.