અનેક લોકો પડયા: રોડની કામગીરી સામે સવાલ ઉભા થયા
બોટાદમાં કાળઝાળ ગરમીમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલો ડામર રોડ ઓગળી ગયો છે. રસ્તા પરથી પસાર થતા અનેક લોકો રસ્તા પર પડયા હતા. તો બીજી તરફ રોડની કામગીરી સામે પ્રજાએ સવાલો ઉઠાવ્યા છે.
બોટાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે દિનદયાળ ચોક પાસે રોડ ઉપર નવો જ બનાવેલો રોડમાંથી ડામર નીકળતા લોકો લપસી પડ્યા. જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં દિનદયાળ ચોક વિસ્તારમાં આવેલ ટાવર રોડ પર તાજેતરમાં જ ડામર રોડ પાથરવામાં આવ્યો છે જે તીવ્ર ગરમીને કારણે ઓગળ્યો છે આ કારણે રસ્તા પરથી પસાર થતા લોકો લપસી પડવાના બનાવો બન્યા છે આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ ઉનાળાની કાળજાળ ગરમીમાં ડામર ઓગળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે રોડ પર ડામર ચીકણો બની જતા વાહન ચાલકોને પોતાના વાહન ચલાવવું જોખમી બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા રોડ પર પાથરવામાં આવેલા ડામરની ગુણવત્તા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે જો તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી હોત કોન્ટ્રાક્ટર દ્વારા સારો રોડ બનાવવામાં આવ્યો હોત તો ડામર કેવી રીતના રોડ ઉપર રેલાય હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને બોટાદ શહેરના દિનદયાળ ચોકથી ભાવનગર રોડ તરફ જતો આ રોડ ઉપર ડામર ઓઈલ ની જેમ રેલાય રહ્યો છે જેના કારણે રાહદારીઓ લપસી રહ્યા છે. અનેક મહિલા સહિત લોકો આ ડામર ઓગળતા રોડ ઉપર પડી ગયા હતા અનેક લોકોના ચંપલ તૂટી ગયા છે તેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે અનેક વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે તંત્રની બેદરકારી નો ભોગ હાલ બોટાદ શહેરમાં લોકો બન્યા છે ત્યારે તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી જે થઈ છે તેની જાણ છે કે નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.