Jai Hind

ગીરગઢડામાં ગાજવીજ સાથે માવઠું; પાણી વહેતા થયા

ભર ઉનાળે નદી નાળામાં નીર આવ્યા

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીરગઢડામાં ગાજવીજ સાથે માવઠું વરસતા બજારમાં પાણી વહેતા થયા હતા તો ભર ઉનાળે નદી નાળામાં નવા નીર આવ્યા હતા. તા 6 ના રોજ બપોરે બે વાગ્યા આસપાસ ગીર ગઢડા અને આસપાસના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદના કારણે ભરઉનાળે બજારોમાં ચોમાસાની માફક પાણી વહેતા થયા હતા.વરસાદના પગલે ખેડૂતોના કેસર કેરી પાકમાં નુકસાનની ભીતિ સર્જાય છે.ગઈ કાલે પણ તાલુકામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામ તથા તેની આસપાસના જંગલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.સાથે ભર ઉનાળે ઘણા નદી નાળામાં પાણી આવ્યું હતું અને ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું.સાથે ગીર ગઢડા અને આસપાસના વિસ્તારના લોકો માત્ર ખેતી પર નભતા હોય માટે સતત થતા કમોસમી વરસાદથી વખતો વખત પાકોમાં નુકસાન જાય છે.