Jai Hind

સૌરાષ્ટ્રમાં 15 મે સુધી હિટવેવ : સુ.નગર 44.3, કંડલા રાજકોટ 43 ડિગ્રીએ અગનભઠ્ઠી બન્યા

રાજ્યમાં 6 શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું

રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે હજુ 15 મે સુધી હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યમાં છ શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર થયું હતું. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથઈ ગરમ શહેર બન્યું છે. જ્યારે કંડલા-રાજકોટમાં પારો 43 ડિગ્રીએ ટચ થયો હતો. બપોરના સમયે આકાશમાંથી અગમગોળા વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું તા. 11 એન 12મીએ રાજ્યમાં તાપમાન તમામ રેકોર્ડ તોડશે.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં તા. 15 મે સુધી ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનુું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો કેટલાક જિલ્લામાં માવછઠાની આગાહી કરવામાં આવી છે. આજથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો વધશે. આગામી 7 દિવસ સુધી ગરમીનું જોર રહેશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની સ્થિતિ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ , પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કાળઝાળ ગરમી પડશે આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. તા. 11 અને 12 ના રોજ રેકોર્ડબ્રેક ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. તો કાળઝાળ ગરમીના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે માવઠુ વરસશે. તેમજ તા. 11 અને 12 મે રાજ્ય માટે ખુબ ભારે સાબિત થઈ શકે. તેમ છે આ બે દિવસ દરમિયાન રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડશે. કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ વટાવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, તા. 13 અને 14 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમા ંભારે પવન ફુંકાવાની શક્યતા છે. તા. 18 થી 23 મે દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે તેમ છે. એનક જિલ્લામાં આંધી અને વંટોળ સાથે વરસાદની સંભાવના છે.
શુક્રવારે સુરેન્દ્રનગર શહેર 44.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે કંડલામાં 43, રાજકોટમાં 42.8, અમરેલીમાિ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા રસ્તાઓ સુમસામ બન્યા હતાં. તો બપોરના સમયે લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતાં. આકરા તાપમાં લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું.