કબાટનો લોક રિપેર કરવા આવેલા શખ્સે મહીલાની નજર ચુકવી દાગીના ચોર્યા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેર માં એક મકાન માં કબાટ નો લોક રીપેર કરવા આવેલો શખ્સ મહિલા ની નજર ચૂકવી ને સોના ચાંદી ના ઘરેણાં ની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદ ના અનુસંધાને એલસીબી પોલીસે તપાસ હાથ ધરીને આરોપી ને ધ્રોલ પંથક માંથી ઝડપી લીધો છે અને ચોરાવ ઘરેણા કબજે કર્યા છે. જામનગર પોલીસ ની એલ.સી.બી.શાખા ના પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા. આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ચોરી કરનાર ઇસમના ફુટેજ મેળવી બાતમીદારોથી વેરીફાઇ કરતા હકિકત મળેલ કે, તા.24/04/2026 ના કલાક સવારે 11 વાગ્યા થી કલાક 12 વાગ્યા દરમ્યાન ધ્રોલ ટાઉનમાં પડધરીના નાકા માં વાણીયા ચોક, પાસે આવેલ રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બનેલ છે. આ ગુના માં ફરીયાદી જાનીબેન ભરવાડ ભલાભાઇ લધુભાઇ ભુડીયા ( ઉ.વ.51 ) એ જાહેર કરેલ છે કે તેમના કબાટની તેજુરી નો લોક ખરાબ થઈ ગયેલ હોય જેથી ફરીયાદીના મકાનની બાજુમાં શેરીમાં લોક રીપેર કરવા માટે એક અજાણ્યા સરદારજી આવેલ હોય જેને પોતાના કબાટની તેજુરી નો લોક રીપેર કરવા બોલાવતા આ અજાણ્યા સદરદારજી એ તેમની પાસે થી ચાવીઓ લઇ કબાટ નો લોક રીપેર કરતો હોય તે દરમ્યાન ફરીયાદી ને તેલ લેવા જવા કહી ફરીયાદી મહિલા ની નજર ચુકવી ફરીયાદીના કબાટની અંદરની તેજુરીમાં રહેલ સોના ચાંદીના દાગીના જેમાં સોનાનો હાર ( કી.રૂ.3.50,000) ગળામાં પહેરવાનું સોનાનુ પેન્ડલ ( કી.રૂ.40,000 ) , પગ માં પહેરવાના ચાદી ના સાંકળા ( કી.રૂ.30,000 ) હાથ માં પહેરવાનું ચાંદીનુ કંડુ ( કી.રૂ. 16,000 ) મળી કુલ રૂ..4, 36,000 ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવા આવ્યા હતા. ચોરી ન આ બનાવ અંગે મળેલ સીસીટીવી ફુટેજ આધારે આરોપી નાનકસિંગ ઇંદરસિંગ સરદારજી ( રહે.રાજગઢગામ એમ પી ) વાળો સંડોવાયેલ હોવાની હકિકત મળેલ હતી .અને આરોપી હાલ ધ્રોલ ટાઉન લતીપુર રોડ વાગુળીયા પુલ પાસે મુદામાલ સાથે ઊભો છે. તેવી હકિકત આધારે તેને પકડી પાડી વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોપી આપવામા આવ્યો છે એલસીબી ના હાથે પકડાયેલ આરોપી નાનકસિંગ ઇંદરસિંગ અભેસિંગ ચાવલા જાતે સરદારજી ( ધંધો તાળા ચાવી બનાવવાનો રહે.રાજગઢગામ તીરલાફરી પોલીસ સ્ટેશન-રાજગઢ તાલુકો સરદારપુર જિલ્લો ધાર એમ .પી.) પાસે થી ચોરાવ ઘરેણા સહિત કુલ .રૂ.4,57,000 ની કિંમત નો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. આ આરોપી સામે આગાવ જાવરા પો.સ્ટે. રતલામ સીટી એમ.પી., મેઇનગોન પો.સ્ટે. ખરગોન જીલ્લો એમ.પી. અને કાલીદેવી પો.સ્ટે. જીલ્લો જાંબવા એમ.પી.માં ત્રણ ગુના નોંધાયા છે. આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.