સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે જાપાનના ફેમિલી બિઝનેશના નિષ્ણાંતનો સંવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટીટયુટ ઈન્ટરેક્શન સેલ (ઈંઈંઈંઈ) દ્વારા, 11 મે 2026, સોમવાર ના રોજ જાપાનના સુપ્રસિદ્ધ સંશોધક અને ફેમિલી બિઝનેસ ક્ષેત્રના નિષ્ણાત પ્રોફેસર તોશિયો ગોતો (ઙજ્ઞિર. ઝજ્ઞતવશજ્ઞ ૠજ્ઞજ્ઞિં), જેમની ઉમર 94 વર્ષની છે અને હાવર્ડ બીઝનેસ સ્કુલના ખઇઅ છે. પ્રો. તોશિયો ગોતો પોતાના જીવન દરમિયાન જાપાનની 1000 વર્ષથી જૂની ફેમિલી બિઝનેસના સલાહકાર રહી ચુક્યા છે. તેઓ ટોકિયોની યુનીવર્સીટી ઓફ ઇકોનોમિકસ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમને ઈંખઉ કે જે વિશ્વની સર્વ શ્રેષ્ઠ ફેમીલી બીઝનેસની સંસ્થા કહી શકાય. પ્રો. તોશિયો ગોતોએ ફેમીલી બીઝનેસના સકસેસન માટે જાપાનની શય ક્ધસેપ્ટ એટલેકે તેમની કૌટુંબિક સીસ્ટમને ભાર આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ફેમીલી બીઝનેસ ના લોન્જેટીવીટી માટે બીઝનેસ ફર્સ્ટ, મેરીટો ક્રસી, સીસ્ટમ બિયોન્ડ બ્લડલાઈન, સક્સેસન પ્લાનિંગ, ઉપરાંત લીડરશીપ પર ભાર મુકેલ હતો. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ફેમિલીની અપેક્ષા અને બીઝનેસની અપેક્ષા વચ્ચે સંતુલન હોવો જોઈએ. તેઓએ સૌથી વધુ ભાર કુટુંબની વેલ્યુ સીસ્ટમ પર મુકેલો હતો. તેઓએ ફેમીલી અને બીઝનેસના ગવર્નન્સ માટે લાંબાગાળા માટેનો પ્લાન હોવો જોઈએ. તેઓએ પોતાના વક્તવ્યમાં જાપાનના ફેમીલી બીઝનેસ માટે નાણાકીય મૂડી કરતા સોશિયલ કેપિટલને વધુ ભાર આપેલ. પ્રોફેસર ગોતો જાપાનના ફેમિલી બિઝનેસના એવા રહસ્યો શેર કરેલ જેનાથી બિઝનેસને પેઢીઓ સુધી ટકાવી શકાય. આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ 42 ફેમીલી ઉદ્યોગના માલિકો ઉપસ્થિત રહ્યા. જેમાં લઘુઉદ્યોગ ભારતીમાંથી હંસરાજભાઈ ગજેરા, બાલાજી વેફર્સમાંથી શ્યામભાઈ વિરાણી, ગોપાલ નમકીનમાંથી બીનાબેન દેત્રોજા, કીચ હાર્ડવેરમાંથી ભરતભાઇ હાપાણી, આર. કે. બિલ્ડરમાંથી રાજેન્દ્રભાઈ સોનવાણી, આર. કે. સિલ્વર ના જયદીપભાઈ વાઢેર, ફાઉન્ડ્રી એશોશીએશનમાંથી ડી. એન. દૂધાત, દિલીપભાઇ મણવર, બાબુ લાઈમમાંથી દિલીપભાઇ લૂણાગારિયા, હારમની લેમિનેટસમાંથી મહેશભાઇ સાવલિયા, આદિત્ય પાવરમાંથી વિરભાઈ શુક્લ, બોન એન્જિનિયરિંગમાંથી આદિ રવાણી, જી. એમ. વાલ્વમાંથી મીતેશ જાવિયા, રૂબિન પ્રિશિઝનમાંથી રમેશભાઈ વોરા, એસ. એન. જે તરફથી જિગ્નેશભાઈ અકબરી, એનડોક ફાર્મામાંથી વિપિનભાઈ પટેલ કોનફિડેન્સ ઓટોમેશનમાંથી મિલનભાઈ ગૌસ્વામી, ઇંડિયન રેલવે તરફથી કૃણાલભાઈ રાજ્યગુરુ, ફોનિક્સ રિસોર્ટમાંથી રિશીત સંઘવી, ભાભા ગ્રુપમાંથી દર્શભાઈ મહેતા, વિવિધ એશોશીએશનમાંથી રાજીવ દોશી, નરેન્દ્રભાઇ મહેતા, દિવ્યેશ ચાંગેલા, વી. પી. વૈષણવ, નરેન્દ્રસિંહ જાડેજા, નરેશભાઇ શેઠ, દિપકભાઈ પટેલ ઉપરાંત જિમીભાઈ દક્ષિણી હાજર રહેલ.