Jai Hind

ચાપરડા ખાતે સંરક્ષણ સંશોધન માટેના સાધનો પર યોજાઇ રાષ્ટ્રીય કાર્યશાળા

દેશભરનાં આઠ રાજ્યોમાંથી ઉપસ્થિત 38 જેટલા પ્રતિભાગીઓ પાંચ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળામાં જોડાયા

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કાર્યરત્ત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ ક્ધઝર્વેશન સ્ટડીઝ (ઈઠઈજ), અને બ્રહ્માનંદ ગ્રુપ ઓફ કોલેજ, ચાપરડા (ગીર), જૂનાગઢ, સંયુક્ત ઉપક્રમે સંશોધનમાં સ્ટેસ્ટીકલ એનાલીસીસનું મહત્વ તથા વિશ્વસ્તરે તેનું પબ્લીકેશન કેવી રીતે કરવું તેનાં પર પાંચ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાને બ્રહ્માનંદ વિદ્યાસંકુલનાં સંતશ્રી મુક્તાનંદબાપુએ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. બહ્માનંદ વિદ્યાધામ ખાતે શિક્ષણ અને આરોગ્ય સેવા સંધાન કરનાર સંત મુક્તાનંદજી મહારાજે દેશભરનાં આઠ રાજ્યોમાંથી ઉપસ્થિત 38 જેટલા પ્રતિભાગીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, સમગ્ર વિશ્વમાં વ્યાપાર અને ઔદ્યોગિક સમાજ માટે જ્ઞાન વ્યવસ્થાપન એ સ્પર્ધાનો સામનો કરવા એક નિર્ણાયક વિસ્તાર બન્યો છે. સંશોધનની આવશ્યકતા એ જ્ઞાનના જળાશયને વિકસાવવા માટે નવા જ્ઞાનના સર્જન માટે મૂળભૂત માળખાની રચના કરવાની છે. સમાજના ભૌતિક કલ્યાણને પૂરું પાડવા દેશ માટે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે આ જ્ઞાનનો વિનિયોગ એ સંશોધન મુજબ હેતું છે. સંશોધન એ વૈજ્ઞાનિક પદ્ધતિ નિયમબદ્ધ રીતે કોઈપણ સમસ્યાના ઉકેલ માટે થતી પ્રક્રિયા ગણી શકાય. જેના દ્વારા નવા જ્ઞાનનું સર્જન થતુ હોય છે. સંશોધન એ હેતુપૂર્ણ પ્રક્રિયા છે.
પંચદિવસીય નેશનલ વર્કશોપનાં ઉદઘાટન સમારોહનાં અધ્યક્ષ અને ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, આયોજિત અને વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરેલ માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન દ્વારા સમસ્યા ઉકેલવાની પ્રક્રિયાને શૈક્ષણિક સંશોધન માની શકાય તેમ જણાવ્યું હતું. આ તકે રીસોર્સ પર્સન ડો. પરાગ શાહે જણાવ્યુ હતુ કે પ્રકૃતિ અને વિશ્વને સમજવાની કોશિશની સંવાદિતામાં રહેલા કાર્યકારણને પરિણામે વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત થઈ. ડો. રાજુ ચૈાધરીએ જણાવ્યુ હતુ કે એરિસ્ટોટલ અને ગ્રીક તત્ત્વવેત્તાઓના યુગમાં સંશોધનની નવી દિશાઓ ખૂલી અને સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિનાં મંડાણ થયાં.આરંભમાં તર્કની આગમન પદ્ધતિ અમલમાં આવી અને ત્યારબાદ નિગમન પદ્ધતિનો અમલ શરૂ થયો હતો.
કાર્યક્રમ પ્રારંભે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ ક્ધઝર્વેશન સ્ટડીઝનાં નિયામકશ્રી ડો. નિશીથ ધારૈયાએ રાષ્ટ્રીય કાર્યશાળાની વિભાવનાં પ્રસ્તુત કરી અતિથીઓને આવકાર્યા હતા. કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અંગે ડો. શબનમ સૈયદ અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રોજેક્ટ આસીસ્ટન્ટ શબા ખાને સંભાળ્યુ હતુ. કાર્યક્રમનાં અંતે આભાર દર્શન સાયન્ટીસ્ટ ડો.સચિન દરજીએ કર્યુ હતુ. તાલીમાર્થીઓએ ફિલ્ડ વિઝીટ કરી વિવિધ તારણો મેળવ્યા હતા.

લુપ્તપ્રાય પ્રજાતિઓ અને સમગ્ર ઇકોસિસ્ટમને બચાવવો અત્યંત મહત્વપૂર્ણ છે
નવિ દિલ્હીથી પધારેલ રીસોર્સ પર્સન ડો. અર્પિત દેવમુરારીએ જણાવ્યુ હતુ કે સંશોધનનો શાબ્દિક અર્થ શોધ-ખોળ, તપાસ, અન્વેષણ, અનુસંધાન, અભ્યાસ કે ખોજ તેવો કરવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણ સંશોધન માટે ટુલ્સ વિષય દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળામાં વન્યજીવ સંરક્ષણમાં સંશોધન એ લુપ્તપ્રાય પ્રજાતિઓ, તેમના રહેઠાણો અને સમગ્ર ઇકોસિસ્ટમને બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સંશોધનો જંગલી પ્રાણીઓની વર્તણૂક, વસ્તી ગણતરી, અને પર્યાવરણીય ફેરફારોની તેમના પર થતી અસરો સમજવામાં મદદ કરે છે. વન્યજીવ સંરક્ષણ સંશોધન ક્ષેત્રે જૈવવૈવિધ્યતા અને સંરક્ષણ, પર્યાવરણીય પ્રભાવ, ઔષધીય વનસ્પતિઓનાં ટકાઉ વ્યવસ્થાપન અને સંરક્ષણ, નીતિઓ અને કાયદા, વન્યજીવોના સંરક્ષણ માટે વિશેષ સંશોધન અને તાલીમ, લુપ્તપ્રાય પ્રજાતિઓની ઓળખ, પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનને બચાવવા માટેની વ્યૂહરચના, માનવ-વન્યજીવ સંઘર્ષ: ઘટાડવા માટે ઉકેલો,વિષયો પર સ્ટેટસ્ટીકલ એનાલીસીસ માર્ગદર્શન તાલીમાર્થીઓનાં શોધકાર્યમાં ખુબ ઉપયોગી બનશે.