Jai Hind

ઇન્ટર ડીએલએસએસ સ્વીમીંગ લીગમાં ગજેરા સ્કૂલના છાત્રોની મોટી સિધ્ધિ

ઇન્ટર ડી.એલ.એસ.એસ. સ્વીમીંગ લીગની રાજ્ય કક્ષા સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન દેવગઢબારિયા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરના વિવિધ શ્રેષ્ઠ શાળાકીય સ્વીમીંગ ટીમોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ડી.એલ.એસ.એસ. ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
આ સ્પર્ધામાં અર્ચનાબા વાળા 100 મીટર ફ્રી સ્ટાઈલમાં સુવર્ણ પદક તેમજ 50 મિટર ફ્રીસ્ટાઈલ સુવર્ણ પદક મેળવેલ છે. જ્યારે શેખ પૂજા100 મીટર બેક સ્ટ્રોક સુવર્ણ પદક મેળવેલ છે. તેમજ બાવળિયા વૈશાલી બટર ફ્લાય 100 મીટરમાં સુવર્ણ અને 50 મીટર રજત પદક મેળવેલ છે. તથા વાળા સૂર્યદેવએ 100 અને 50 મિટર ફ્રી સ્ટાઈલમાં રજત પદક મેળવેલ છે. તથા બારૈયા મયુરી 100 મીટર ફ્રી સ્ટાઈલમાં રજત અને 50 મીટરમાં કાંસ્ય પદક મેળવેલ છે. જ્યારે વાળા નિષાબા 200 મીટરમાં રજત પદક મેળવેલ છે. અને ઓળકીય પૂર્વા -100 અને 50 બેસ્ટમાં રજત તથા કાંસ્ય પદક મેળવેલ છે. કલોતરા નિતીન -50 મીટરમાં બેસ્ટમાં કાંસ્ય તથા વાળા રાજવીર 100 મીટરમાં બેસ્ટમાં કાંસ્ય પદક મેળવેલ છે. જતાપરા કિરણ -100 મીટરમાં બેસ્ટમાં કાંસ્ય પદક, પરમાર જયદીપ 100 મીટર ફ્રીમાં કાંસ્ય પદક તથા વાઘેલા રવિના 50 મીટર બેકમાં કાંસ્ય, ગોઢકિયા પ્રાંજલ- 50 મીટર ફ્રીમાં કાંસ્ય પદક મેળવેલ છે.
સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ, તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ સ્વીમીંગ ખેલાડી, કોચ પ્રીતમ પટેલ અને ટ્રેનર દીપેન ધુતને અભિનંદન પાઠવી વધુ ઊંચી સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.