પોલીસે 18 બોટલ દારૂ, 53 દારૂના ચપલા મળી રૂા.3.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કલ્યાણપુર નજીક કારમાં દારૂની ખેપ મારતા રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી 18 બોટલ દારૂ, 53 દારૂના ચપલા મળી રૂા.3.80 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા શનિવારે રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ આર.જે. ચંદ્રવાડીયા તથા મુન્નાભાઈ લગારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર નજીકના મેવાસા ગામથી વીરપર ગામ જવાના રસ્તે પસાર થતી થઈ રહેલી જી.જે. 03 એમ.એચ. 6663 નંબરની મારુતિ અર્ટીગા મોટરકારને અટકાવી ચેકિંગ કરતા આ કારમાંથી રૂપિયા 19,980 ની કિંમતની વિદેશી દારૂની 18 બોટલ તથા રૂપિયા 15,900 ની કિંમતના 53 નંગ દારૂના નાના ચપટા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની આર્ટિગા મોટરકાર સહિત કુલ રૂ. 3,90,880 નો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના મોટી મગરી ગામના રહીશ દિનેશસિંહ આસુસિંહ રાજપુત નામના 32 વર્ષના શખ્સની અટકાયત કરી, પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.