Jai Hind

16 સફાઇ કામદારોના કવાર્ટરનું થયું ડિમોલીશન

ઉપલેટામાં ડિમોલિશનના અસરગ્રસ્તો માટે બિલ્ડરે કરી ભોજનની વ્યવસ્થા
પૂર્વ સુધરાઇ સભ્ય અને દાનવીર બિલ્ડર રજાકભાઇએ સંવેદના વ્યક્ત કરી

આજે અહીંના સ્મશાન રોડ ઉપર આવેલ નગરપાલિકાના 16 જેટલા સફાઈ કામદારો ના જુના ક્વાર્ટરોનું ચીફ ઓફિસર ઉદય નસીતની ઉપસ્થિતિ માં જેસીબી દ્વારા નગરપાલિકાના કર્મચારી મજદૂરો ની ઉપસ્થિતિમાં ડીમોલેશન કરવામા આવેલ તેને જોવા માટે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ડિમોલીશનમાં બેઘર થયેલા લોકો માટે કિંગ સ્ટાર હોટેલ વાળા જાણીતા બિલ્ડર દાનવીર પૂર્વ સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા એ તમામ માટે ભોજન ની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી.