Jai Hind

પેટ્રોલ-ડીઝલમાં રૂા.3નો ભાવવધારો કરી વડાપ્રધાન પાંચ દેશના પ્રવાસે ઉપડયા

ઉપલેટામાં પૂર્વ ધારાસભ્ય, કોંગ્રસના આગેવાનોએ ભાવ વધારાનો વિરોધ કર્યો

પશ્ચિમ બંગાળની ચુંટણી જીત્યા બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ/ડીઝલમાં રૂા.3નો ભાવવધારો કરતા ઉપલેટામાં ભાવવધારાનો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, આગેવાનોએ વિરોધ કરી પેટ્રોલ-ડીઝલમાં તોતીંગ ભાવવધારો કરી વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે ઉપડ ગયાના સુત્રોચ્ચાર કર્યા હતા.કોગ્રેસનાં પૂર્વ લડાયક ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ ના આગેવાનો કૃષ્ણકાંત ચોટાઈ જયદેવસિંહ વાળા ધરેંદ્રસિંહ વાઘેલા લાખાભાઈ ડાંગર લખમણભાઇ ભોપાળા ગઢડાના પૂર્વ સરપંચ નારણભાઈ આહીર સહિતના કોંગ્રેસના આગેવાનોએ તાજેતરમાં પેટ્રોલ ડીઝલમાં લીટરે 3 ના તોતીંગ ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરતા જણાવેલ છે કે લોકોને ઇંધણની કરકસર કરવાની ખોખલી સલાહ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સોમનાથ મહોત્સવ માં લોકોને એકઠા કરવા માત્ર એસટીની જ 2000 થી વધુ એસ ટી બસો સરકારી વાહનો ના કાફલા અને હજારો ખાનગી વાહનો આવ્યા લાખો લીટર ઈંધણ વેડફાયુ અને લોકોનેં ઈંધણ નો કરકસર થી ઉપયોગ કરવાની ખોખલી સલાહ આપતા વડાપ્રધાન પોતે મોજથી મોટા સરકારી કાફલા સાથે પાંચ દેશનાં વિદેશ પ્રવાસે ઉપડી ગયા અને જ્યારે ઈંધણ ના વૈષવીક ભાવો સાવ તળીયે હતો ત્યારે લોકોને તેનો લાભ ન આપ્યો અને હવે પ્રજા ને અસહ્ય ભાવ વધારા નો ડામ આપ્યો છે જે અન્યાય કર્તા છે.