વાંકાનેર કેમિસ્ટ એસો.એ મામલતદારને આવેદન આપ્યું
વાંકનેરમાં આજે વાંકાનેર કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને તા. 20મી મે ના રોજ ભારતબરના કેમિસ્ટ અને ડ્રગ એસોસીએશનનો દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરી મામલતદાર તથા પી.આઈ.ને એક લેખીત આવેદન પત્ર સુપ્રત કરાયું હતું. જેમાં વાંકાનેર એસોસીએશનના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિતેષભાઈ સેક્રેટરી લિપીનભાઈ દોશી, રાજેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના વ્યાપારી એસોસીએશનના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહી આવેદન પત્ર સુપ્રત કરાયું હતું.
આ તકે પ્રમુખ તથા સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દર્દીને ઈમરજન્સી દવાની જરૂર પડશે તો વિશેષ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે દેશભરના કેમીસ્ટ (દવાના) વેપારીઓ દ્વારા તા. 20 મી મે ના રોજ ભારતભરની દવા બજાર બંધના આહવાન સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવેલ છે. તેમજ ઓનલાઈન દવા અને બનાવટી દવાનો સંપુર્ણ વિરોધ નોંધાવેલ છે. વધુમાં જણાવતા કેનદ્ર સરકાર દદ્વારા ઓનલાઈન દવા વેચાણને મંજુરી મળ્યા બાદ અનેક અનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોના ભંગ સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ડોક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શક્યતાઓ વધી રહી છે.