Jai Hind

એક કેરીના વૃક્ષ પર એકી સાથે 14 પ્રક્ારની કેરીઓ ! ધારીના દિતલા ગામના ખેડૂતની સિધ્ધિ

આંબામાં આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન નામની કેરીઓની જાત વિકસી

સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, હાફુસ કેરી, લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આવી કેટલાય પ્રકારની કેરીઓ એક જ આંબાના વૃક્ષ પર આવે છે. એક કેરીના વૃક્ષ ઉપર એકી સાથે 14 પ્રકારની કેરીઓ લોકોએ ક્યારેય જોઇ પણ નહીં હોય.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આ દિતલા ગામમાં એક 20 વિધાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. પોતાનની વાડીમાં પણ આંબાનો બગીચો ઉભો કર્યો છે. પરંતુ તેના ઘર આંગણે એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર આવી 14 પ્રકારની કેરીઓ જોવા મળે છે. આ 14 પ્રકારની કેરીઓ અલગ અલગ જાતની કેરીઓ છે. અને તે એક જ આંબાના વૃક્ષ પર લટકી રહી છે. વૈશાખ મહિનો આવે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવે છે. પણ આ એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પક્વનાર પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી 14 પ્રકારની કેરીઓ વિકસાવી હતી. એક જ સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે. ઉકાભાઈ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવાનો વિચાર આવ્યો હતો. અને આજે તે અંગે અન્ય તાલુકા મથકોએથી ખેડૂતો પ્રેરણા લેવા આવી રહ્યા છે. ત્યારે આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેમ ઊગે તેના રિસર્ચ કરવા આવ્યા હતા.
બાગાયતી પાકોમાં આ એક જ આંબાના ઝાડ પર 14 કેરીઓ પાકે તે નવાઈ સાથે અદભુત કિસ્સો ગણાવ્યો છે જે અંગે ખુદ ઉકાભાઇ ભટ્ટી દ્વારા આ એક વૃક્ષ પર 14 પ્રકારની અલગ અલગ કેરીઓ જેમના નામો પણ જાણીને આશ્ચર્ય થાય તેવા નાળીયેરો, ગુલાબીયો, દાડમો, સિંદુરીય , કાળો જમાદાર, વરિયાળીયો, સરદાર, પાયલોટ, આષાઢીયો જેવી કેરીઓ નવાબ કાળમાં 200 જાતો કેરીઓની હતી જેમાંથી માત્ર કેસર કેરીઓ જ જોવા મળતી હોય પણ અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે તેવી કેરીઓ ઉકાભાઇ ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલ્બમ જેમ સાચવી રાખી છે.
નવાબી કાળમાં 200 પ્રકારની કેરીઓ જોવા મળતી હતી પણ ધીમેધીમે આ જૂની કેરીઓના આંબાઓ લુપ્ત થઈ જતા હવે નવી પેઢીઓને આ કેરીઓ અંગે માહિતી મળી રહે ને એવી કેરીઓ પણ હતી. તે ઉદ્દેશ્યને સાર્થક કરવા ઉકાભાઇ ભટ્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ ફરીને પણ આવી કેરીઓના આંબા શોધીને પોતાના આંબા પર આ કેરીની જાતો વિકસાવી છે જે પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉકાભાઇ ભટ્ટી જિલ્લાભરમાં પ્રચલિત બન્યા છે