2.75 લાખની જનતાને મળશે સુપર સ્પેશિયાલિટી સારવાર, સિટી સ્કેન, ઈંઈઞ, જગઈઞ સહિતની સુવિધાથી સજ્જ બનશે હોસ્પિટલ: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અથાક પ્રયાસોથી મંજૂર થયેલ પ્રોજેક્ટ, વરસિંગપુર પાસે 50 હજાર ચો.મી.માં આકાર લેશે આરોગ્ય ધામ
ઉના તાલુકાની આશરે 2.75 લાખની જનતાના આરોગ્યની સુખાકારી માટે એક ઐતિહાસિક કદમ ભરાયું છે.રૂ.40 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનારી 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ થયો છે.જૂનાગઢ ગીર સોમનાથના સાંસદરાજેશ ભાઈ ચુડાસમા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ગુજરાત-સૌરાષ્ટ્રના સૌથી મોટા તાલુકાઓ પૈકીના એક એવા ઉના તાલુકાના આર્થિક રીતે નબળા અને ગરીબ દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ છેલ્લા ઘણા સમયથી સરકારમાં સતત રજૂઆતો કરી રહ્યા હતા.તેમનાઅથાક અને સફળ પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પેટા આરોગ્ય કેન્દ્ર તરીકે આ હોસ્પિટલ બનાવવા માટે રૂ. 40 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવીને મંજૂરી આપવામાં આવી હતી. આ હોસ્પિટલ સાકાર થતાં ઉના પંથકના હજારો દર્દીઓને સારવાર માટે વેરાવળ,જૂનાગઢ કે અમદાવાદસુધીલાંબા થવું નહીં પડે.
ઉના-વેરાવળ બાયપાસ રોડ પર વરસિંગપુર પીક અપ સ્ટેન્ડની પાછળ ફાળવવામાં આવેલી 50 હજાર ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આ આધુનિકહોસ્પિટલ નું નિર્માણ થશે.100બેડનીક્ષમતાધરાવતીઆહોસ્પિટલ માં દર્દીઓ માટે અનેક અત્યાધુનિક સુવિધાઓઉપલબ્ધ બનશે, જેમાં મુખ્યત્વે સિટી સ્કેન મશીનની સુવિધા
આઈ.સી.યુ. (ઈંક્ષયિંક્ષતશદય ઈફયિ ઞક્ષશિ)ંવોર્ડ નવજાત શિશુઓ માટે એસ.એન. સી.યુ. (જાયભશફહ ગયૂબજ્ઞક્ષિ ઈફયિ ઞક્ષશિં સોનોગ્રાફીમશીન આધુનિક ઓપરેશન થિયેટર, લેબોરેટરી, બ્લડ બેંક તથા નિષ્ણાત તબીબોની ટીમનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ ઉપલબ્ધ થતાં ગંભીર બીમારીઓ, અકસ્માતના કિસ્સાઓ અનેપ્રસૂતિ -બાળ સારવારમાં સ્થાનિક લોકોને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે.
ખાતમુહૂર્ત પ્રસંગે ઉના શહેર અને તાલુકાના રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉના મામલતદાર ડી.કે. ભીમાણી, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી વિશાલભાઈ વોરા જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન ડાયા ભાઈ જાલોંધરા, તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિશ્રી ભોળુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મિતેશભાઈ શાહ, શાસક પક્ષના નેતા અશ્વિનભાઈ ડાભી, દંડક દિલીપભાઈ ઠક્કર જીલ્લા પંચાયત સભ્ય હરીભાઇ સોલંકી તાલુકા પંચાયત પૂર્વ સભ્ય મોહનભાઈ વાજા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્ય ઓ, સંગઠનના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.