Jai Hind

ધારીના માણાવાવ ગામની સીમમાં રૂા.25.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કુલ રૂા.46.52 લાખના મુદ્દામાલ સાથે એકની અટક

ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાંથી ક્ધટેનરમાં આવેલ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.46,52,580 ના મુદ્દામાલ સાથે એકને અમરેલી. એસ. ઓ. જી. ટીમે ઝડપી પાડયો હતો. એસ.ઓ.જી. ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત મળેલ કે, ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશનના માણાવાવ ગામ ખાતે આંબરડી ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલ જયરાજભાઈ વાળાની વાડી ખેતરમાં ટ્રકના ક્ધટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવેલ છે. તેમજ વાડી ખાતે વિદેશી દારૂનુ કટીંગ ચાલુ હોય તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, જે બાતમી આધારે રેઈડ કરતા વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 15,108 જેની કુલ કિમત રૂપિયા 25,97,580 સહિત કુલ કિમત રૂપિયા 46,52,580 નો મુદ્દામાલ કબ્જે કરી જયરાજભાઈ જોરૂભાઈ વાળાને ઝડપી પાડી અને ઝડપાયેલ તથા વોન્ટેડ આરોપીઓ ટ્રક નંબર-ૠઉં-25-ઞ-6618 વાળો અજાણ્યો ચાલક પીકઅપ વાહન નં.ૠઉં-04-ઢ-0279નો ચાલક તથા અન્ય બે અજાણ્યા ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.