Jai Hind

જેતપુરમાં ડિઝલની અછતના કારણે સંચાલકો ખેડુતો વચ્ચે રકઝક

પુરતા પ્રમાણમાં જથ્થો નહી મળતા સર્જાયેલી સ્થિતિ

જેતપુરમાં પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નથી ના બોર્ડ લાગી ગયા છે . છેલ્લા એકાદ અઠવાડિયાથી ડીઝલની અછત ઊભી થઈ છે . પેટ્રોલ પંપ ઉપર એકાદ ટેન્કર ડીઝલ આવે ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો અને વાહન ચાલકો સાથે માથાકૂટ થાય છે કારણ કે ગામડેથી આવેલા લોકો કેરબામાં ડીઝલ ભરી જતા હોવાથી અન્ય લોકો પેટ્રોલ પંપ સંચાલકો સાથે માથાકૂટ કરે છે તેથી કંટાળીને પેટ્રોલ પંપ સંચાલકો કહે છે કે અમારે ડીઝલ વેચવું જ નથી . હવે જોવાનું રહેશે કે આવી પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે ?