Jai Hind

જાફરાબાદમાં પોલીસે હુક્કા ફલેવરનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો

રૂા.5620 નો હુક્કા ફલેવરનો માલ, મોબાઈલ બાઈક સહિત રૂા. 1.25 લાખની મતા જપ્ત

ટાઉન પોલીસે હુક્કા ફલેવરના ગેરકાયદે વેચતા પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી કુલ રૂ. 1.25 લાખનોે મુુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નિકોટિનયુક્ત અથવા પ્રતિબંધિત હક્કા ફ્લેવરનો ઉપયોગ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે અલગ-અલગ બાતમીદારો થકી બાતમી હકીકત મેળવવા પ્રયત્નો કરેલ જે આધારે નાઇટ રાઉન્ડ દરમિયાન જાફરાબાદ ટાઉન બંદરચોક પર આવતા બાતમી હકિકત આધારે આરોપી કરશાનભાઇ ઇફાનભાઇ મુગલ રહે.તર્કી મહોલ્લા, જાગીરપીર રોડ, જાફરાબાદ વાળાની કબ્જાની મારૂતી સુઝુકી કંપનીની બર્ગમેન બાઇકની ડેકી ચેક કરતા ગે.કા. હુક્કા ચીલમ તથા તેમાં વપરાતો ટોબેકો ફલેવરનો કુલ મુદ્દામાલ રૂ.5620/- તથા સેમસગ કંપનીનો અ17 મોબાઇલ જેની કિ.રૂ.20,000/- તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતી સુજકીની કંપનીની બર્ગમેન બાઇક જેની કિ.રૂ.1,00,000/- એમ કુલ મુદ્દામાલ રૂ.1,25,620/- નો ગેરકાયદે હુક્કા ચીલમ તથા તેમાં વપરાતો ટોબેકો કલેવર સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તે અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ઈઘઝઙઅ અઈઝ મુજબનો ગુન્સે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી વી.આર.રાઠોડ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર અશ્વિનભાઇ બારૈયા, એ.એસ.આઇ. દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.